નીરજ ચોપરા લુસાને ડાયમન્ડ લીગમાં ઝળક્યો

ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ લુસાને ડાયમન્ડ લીગાં ઈતિહાસ રચ્યો છે. ચોપરાએ પોતાના પ્રથમ જ થ્રોમાં 89.08 મીટર દૂર જેવલિન ફેંકીને જીત નોંધાવી હતી. આ સાથે જ તે ડાયમન્ડ લીગ મીટિંગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે ડાયમન્ડ લીગ ફાઈનલ માટે પણ ક્વાલિફાઈ કરી લીધું છે. આ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ સ્વિત્ઝરલેન્ડના જ્યુરિખમાં રમાશે.

નીરજ ચોપરાને વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. જે પોતાના પગે પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારે પણ તેણે 88.13 મીટર દૂર જેવલિન ફેંક્યું હતું અને સ્લિવર મેડલ જીત્યું હતા.

વર્ડ એથલેટિક્સ ઈવેન્ટ પછી નીરજ ચોપરાનો MRI સ્કેન થયો હતો. જેમાં ગ્રોઈન ઈન્જરીની જાણ થઈ. આથી નીરજ ચોપરાને એક મહિનાના આરામની સલાહ અપાઈ હતી. તેને લઈને તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહતો. ત્યારે તેણે એક પોસ્ટ લખી જણાવ્યું હતું કે હું નિરાશ છું કે કોમનવેલ્થગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં તિરંગાને ફરકાવી નહીં શકું.

રિલેટેડ ન્યૂઝ