ભારતની પહેલી નેઝલ વેક્સિન ૨૬મી જાન્યુઆરીએ લોન્ચ થશે

ભોપાલ તા.૨૨
ભારત બાયોટેક ૨૬ જાન્યુઆરીએ પોતાની ઈન્ટ્રાનેશનલ કોવિડ-૧૯ વેક્સિન INCOVACC લોન્ચ કરશે, જે ભારતમાં આ પ્રકારની પહેલી વેક્સિન હશે. કંપનીના ચેરમેન અને મેનેિંજગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ શનિવારે આ માહિતી આપી હતી. તેઓ ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં બોલી રહૃાા હતા.
ફેસ્ટિવલમાં સામેલ કૃષ્ણા એલાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહૃાું કે પશુઓમાં લમ્પી ચામડીના રોગ માટે સ્વદૃેશી રસી Lumpi-Provakind પણ આવતા મહિને લોન્ચ થઈ શકે છે.
કંપનીએ ડિસેમ્બર ૨૦૨૨માં જણાવ્યું હતું કે પોતાની ઈન્ટ્રાનેશનલ વેક્સિન સરકારને ૩૨૫ રૂપિયા અને પ્રાઈવેટ સેન્ટરોને ૮૦૦ રૂપિયામાં વેચશે.

રિલેટેડ ન્યૂઝ