રીઝર્વ બેન્ક પાસે પાંચ વર્ષમાં સોનાનો સ્ટોક 40% વધ્યો

ફુગાવા સામે રક્ષણ ઉપરાંત ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો વ્યુહ: આરબીઆઈ પાસે 795 ટન સોનુ જેમાં 437.32 વિદેશમાં ‘સેઈફ કસ્ટડી’માં રખાયું છે

મુંબઈ,તા. 8
સૌથી સલામત રોકાણ માટે સોનુ ભારતના ઘરોથી રીઝર્વ બેન્કના સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં સ્થાન મેળવે છે અને સોનાની કિંમત ઉંચી જાય તો પણ તેની ઈનવેસ્ટમેન્ટ વેલ્યુ ઘટતી નથી તેનું સૌથી મોટું કારણ તે રોકાણનું જોખમ લગભગ ‘નીલ’ કરે છે તે છે અને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ પણ અમેરિકી ફગાવતી સ્થિતિ ડોલરની વધતી જતી કિંમતમાં રૂપિયામાં થતા ધસારા સામે ‘હેજ’ ફેકટર તરીકે પણ સોનાની ખરીદી વધારી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં રીઝર્વ બેન્કના સોનાના સ્ટોકમાં 40% જેવો વધો થયો છે. આંતરરાષ્ટ્રીય કરન્સીમાં રીઝર્વ બેન્ક પાસે અમેરિકી ડોલર સૌથી વધુ માત્રામાં રહે છે જે આંતરરાષ્ટ્રીય ચલણનું સ્થાન ધરાવે છે તો બીજી તરફ ફુગાવા સામે પણ આરબીઆઈને તેના રોકાણને ઓછામાં ઓછા ધસારો અનુભવવો પડે તે જોવું જરૂરી બની ગયું છે અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવામાં પણ સોનુ શ્રેષ્ઠ વિકલ્પ છે. રીઝર્વ બેન્ક પાસે ડિસેમ્બર 2017માં મિલિયન ટ્રોપ ઔંસ સોનુ હતું. (1 ટ્રોય ઔસ એવો 31 ગ્રામથી થોડું વધુ કિંમતી ધાતુ સોનુ-પ્લેટીનીયમ-જેમ્સના વજન માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. જે ચાલુ વર્ષે એપ્રિલમાં વધીને 25.55 મીલીન ટ્રોપ ઔંસ પહોંચી ગયુ છે. આમ અંદાજીત 795 ટનનો સોનાનો જથ્થો વધ્યો છે. આમ ફકત ભારત જ નહી પણ વિશ્ર્વભરની સેન્ટ્રલ બેન્કો તેના સોનાના ભંડાર વધારી રહી છે. ફકત જાન્યુઆરી માસમાંજ દુનિયાની તમામ સેન્ટ્રલ બેન્કોએ એક માસમાં 288 ટન સોનુ ખરીદ્યુ હતું અને ખાસ કરીને કોરોના પછીના સમયમાં જે અનિશ્ર્ચિતતાની સ્થિતિ છે તેમાં આ ચલણ મજબૂત બન્યું છે.
રિઝર્વ બેન્ક દ્વારા તેના સોનાના ભંડારમાં વધારા માટે એક અન્ય કારણ પણ છે તે તેના રીઝર્વને વૈવિધ્યસભર બનાવે છે જેની કોવિડ કે તેવી મહામારી સમયે તેના રીઝર્વ પરનું ‘જોખમ’ સૌથી ઓછું છે તેથી જ દેશના વિદેશી ચલણના રીઝર્વમાં પણ સોનાનું પ્રમાણ પાંચ વર્ષમાં 5% થી ઘટીને 8% સુધી થયું છે.
ઉપરાંત તે ફુગાવા સામે પણ રક્ષણ આપે છે. ચલણોની કિંમતમાં ધસારાની અસરને ઘટાડવામાં મદદ કરે છે. કોઈ અન્ય વૈકલ્પિક કરન્સીની વિશ્ર્વસનીયતાના અભાવે ડોલર દુનિયા પર રાજ કરે છે છતાં તે પરીસ્થિતિ કાયમી રહે તેવું પણ નથી. એક તરફ સોનાના ભાવ વધવાથી તેની રીટેલ ખરીદી ઘટી હતી તો રીઝર્વ બેન્કની ખરીદી વધી હતી. રીઝર્વ બેન્ક પાસે હાલ 794.64 ટન સોનાના ભંડાર છે જેમાં 56.32 ટન ગોલ્ડ ડિપોઝીટ સ્કીમનો જથ્થો છે. 432.32 ટન ગોલ્ડ વિદેશમાં સેઈફ કસ્ટડીમાં છે જયારે 301.10 ટન ભારતીય છે. ભારતનું સોનુ મુખ્યત્વે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ આપે છે.

રિલેટેડ ન્યૂઝ