મિસાઇલ્સ, રડાર, લોઇટર મ્યુનિશન સિસ્ટમ, બોલાર્ડ પુલ ટગ્સ સહિત શસ્ત્રો ખરીદૃાશે
ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જવાની છે, કારણ કે, કેન્દ્ર સરકારે ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાને વધુ અત્યાધુનિક બનાવવા માટે ૭૯૦૦૦ કરોડના હથિયારો અને સિસ્ટમો ખરીદૃવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહની અદ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણય ભારતની સૈન્ય તૈયારીઓના ભાગ રૂપે ખૂબ જ મહત્ત્વનો મનાઈ રહૃાો છે. પ્રસ્તાવ મુજબ, થલસેના માટે અત્યાધુનિક હથિયારો અને ડ્રોન વિરોધી સિસ્ટમ ખરીદૃવામાં આવશે.
ભારતની ત્રણેય સેનાઓ માટે નવા શસ્ત્રો અને સાધનોની ખરીદૃી અંગે નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા ‘રક્ષા અધિગ્રહણ પરિષદૃે અનેક મહત્ત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પ્રસ્તાવ મુજબ, ભારતીય થલસેના માટે ‘લોઇટર મ્યુનિશન સિસ્ટમ ખરીદૃાશે. આનાથી દૃુશ્મનના મહત્ત્વના ઠેકાણાઓ પર સરળતાથી હુમલો કરી શકાશે.
આ ઉપરાંત ‘લો-લેવલ લાઇટ વેટ રડાર ખરીદૃવાની પણ મંજૂરી મળી ગઈ છે. આ રડારથી સરહદૃ પર ઉડતા કોઈપણ નાનાથી લઈને મોટા ડ્રોનને સરળતાથી શોધી શકાશે અને તેનો નાશ કરી શકાશે. એટલું જ નહીં તેનાથી ડ્રોનને ટ્રેક પણ કરી શકાશે.
ભારતનું સ્વદૃેશી પિનાક રૉકેટ લોન્ચર માટે ‘લૉન્ગ રેન્જ ગાઇડેડ રૉકેટ તૈયાર કરવામાં આવશે. આનાથી તેની રેન્જ વધવાની સાથે ચોકસાઈ પણ વધશે. આનાથી છેક દૃૂર રહેલા દૃુશ્મનના ઠેકાણાને સરળતાથી ટાર્ગેટ કરી શકાશે.
ડીલમાં ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ સ-ૈૈંંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ દૃુશ્મનોના ડ્રોનને સરળતાથી ઓળખી તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સંરક્ષણ સોદૃાના કારણે નૌસેનાની તાકાતમાં પણ વધુ વધારો થશે.
નૌસેના માટે બોલાર્ડ પુલ ટગ્સ ખરીદૃવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટગ્સ શક્તિશાળી નાનું જહાજ હોય છે અને તે મોટા જહાજોને મદૃદૃ કરે છે. ગમે તેટલું મોટું જહાજ હોય તેને ખસેડવામાં ટગ્સ ખૂબ જ ઉપયોગી છે. ટગ્સ મોટા જહાજને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં ક્ષમતા ધરાવે છે.
યુદ્ધ વખતે ‘હાઇ ફ્રીક્વન્સી સોટવેર ડિફાઇન્ડ રેડિયો એટલે કે સંદૃેશાવ્યવહાર માટેની આ સિસ્ટમ ખૂબ જ મહત્ત્વની હોય છે. જો કોઈ ડેટા કે અવાજ સુરક્ષિત મોકલવો હોય તો તેનો ઉપયોગ થાય છે. આનાથી છેક દૃૂર સુધી સંદૃેશ મોકલી શકાય છે. ડીલમાં ૐછન્ઈ ડ્રોનનો પણ ઉલ્લેખ છે. આ ડ્રોન ખૂબ જ ઊંચાઈ પર ૨૪ કલાકથી વધુ સમય સુધી સતત ઉડી શકે છે.
