જીએસટી રિફંડમાં ૩૧ ટકાનો જંગી વધારો નોંધાયો
ડિસેમ્બર ૨૦૨૫ માં ગ્રોસ ય્જી્ કલેક્શન ૬.૧ ટકા વધીને રૂ.૧.૭૪ લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. ગુરુવાર, ૧ જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, કર ઘટાડા પછી સ્થાનિક વેચાણ આવકમાં ધીમી વૃદ્ધિને કારણે ય્જી્ વસૂલાતમાં મંદૃી આવી છે. ડિસેમ્બર ૨૦૨૪ માં કુલ ય્જી્ વસૂલાત રૂ.૧.૬૪ લાખ કરોડથી વધુ હતી. સત્તાવાર માહિતી અનુસાર, ડિસેમ્બર ૨૦૨૫ માં સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૧.૨ ટકા વધીને રૂ.૧.૨૨ લાખ કરોડથી વધુ થઈ ગઈ છે, જ્યારે આયાતી માલમાંથી આવક ૧૯.૭ ટકા વધીને રૂ.૫૧,૯૭૭ કરોડ થઈ છે.
ડિસેમ્બરમાં ય્જી્ રિફંડમાં ૩૧ ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો. કુલ ય્જી્ રિફંડ રૂ.૨૮,૯૮૦ કરોડ રહૃાા જે પાછલા મહિના કરતા ૩૧ ટકા વધુ છે. (ય્જી્ રિફંડ પછી) ચોખ્ખી ય્જી્ આવક રૂ.૧.૪૫ લાખ કરોડથી વધુ હતી, જે ડિસેમ્બર ૨૦૨૪ ની સરખામણીમાં માત્ર ૨.૨ ટકાનો વધારો દૃર્શાવે છે. ગયા મહિને સેસ વસૂલાત ઘટીને રૂ.૪,૨૩૮ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ.૧૨,૦૦૩ કરોડ હતી.
ભારત સરકારે ગયા વર્ષે ૨૨ સપ્ટેમ્બરના રોજ ય્જી્ દૃરમાં સુધારો લાગુ કર્યો હતો. નવી ય્જી્ સિસ્ટમ હેઠળ, હવે ફક્ત બે સ્લેબ છે: ૫ ટકા અને ૧૮ ટકા, જ્યારે ૧૨ ટકા અને ૨૮ ટકા ય્જી્ સ્લેબ દૃૂર કરવામાં આવ્યા છે.
