બાંગ્લાદેશમાં વધુ એક હિન્દૃુને જીવતો સળગાવવા પ્રયાસ; ખોકનચંદ્ર નામના યુવકે તળાવમાં કૂદૃીને જીવ બચાવ્યો

શરિયતપુરમાં ટોળાએ યુવકન્ો ઘેરી લઇ છરી મારી સળગાવી દૃેવાનો પ્રયાસ કર્યો

બાંગ્લાદૃેશમાં હિન્દૃુઓ વિરુદ્ધ િંહસા ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર નફરતે જીવ લેવાનો પ્રયાસ કર્યો. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના એક હિન્દૃુ વ્યક્તિને ટોળાએ ઘેરી લીધો હતો. તેને પહેલા ક્રૂર રીતે માર મારવામાં આવ્યો, પછી છરી મારી અને ત્યારબાદૃ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દૃેવાનો પ્રયાસ થયો.
બાંગ્લાદૃેશમાં ૧૨ દિૃવસમાં ૩ હિન્દૃુઓની હત્યા કરવામાં આવી છે.
છેલ્લી ઘડીએ ખોકન ચંદ્રે નજીકના તળાવમાં કૂદૃીને પોતાનો જીવ બચાવ્યો. પરંતુ આ હુમલો ફરી એકવાર બતાવે છે કે, બાંગ્લાદૃેશમાં લઘુમતીઓ પર થતો અત્યાચાર કઈ હદૃ સુધી પહોંચી ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના બુધવારે મોડી સાંજે બની હતી. ખોકન ચંદ્ર ઘરે પરત ફરી રહૃાો હતો ત્યારે અચાનક લોકોના એક ટોળાએ તેને ઘેરી લીધો. ત્યારબાદૃ ટોળાએ તેને લાતો અને મુક્કા માર્યા. તે કોઈક રીતે ભાગી જવામાં સફળ રહૃાો, પરંતુ હુમલાખોરો ત્યાં અટક્યા નહીં. ટોળાએ પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદૃ તે જીવ બચાવવા માટે નજીકના તળાવમાં કૂદૃી ગયો.
આ અગાઉ બાંગ્લાદૃેશમાં ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દૃીપુ ચંત્ર દૃાસની ટોળાએ હત્યા કરી હતી. ત્યારબાદૃ તેના મૃતદૃેહને વૃક્ષ સાથે બાંધીને સળગાવી દૃેવાયો હતો. તેના પર ઈશિંનદૃાનો આરોપ લગાવાયો હતો. ત્યારબાદૃ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ટોળાએ અમૃત મંડલની ઢોર માર મારીને હત્યા કરી હતી. ત્યારબાદૃ ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બજેન્દ્ર બિસ્વાસ નામના યુવકની તેમના જ સાથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદૃેશમાં હિન્દૃુઓ પર હુમલા રોકાવાનું નામ નથી લેતા. યુનુસ આંખ-કાન બંધ કરીને બેસી ગયા છે અને તેમના રાજમાં ઉગ્રવાદૃીઓએ ચોથા હિન્દૃુને દૃર્દૃનાક મોત આપવાની કોશિશ કરી છે. કાલે જ ખાલિદૃા ઝિયાને સુપુર્દૃ-એ-ખાક કર્યા અને દૃેશમાં વિદૃેશ મંત્રી જયશંકર સહિત દૃુનિયાભરના કેટલાય મોટા પ્રતિનિધિઓ એકઠા થયા હતા, પણ ઉગ્રવાદૃીઓને તેનાથી કોઈ ફરક પડતો નથી.
આ વખતે ઉગ્રવાદૃીઓએ એક હિન્દૃુ બિઝનેસમેનના શરીર પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાની કોશિશ કરી. જણાવી દૃઈએ કે, બાંગ્લાદૃેશમાં મોહમ્મદૃ યુસુના નેતૃત્વ વાળી વચગાળાની સરકારના કાર્યકાળમાં હિન્દૃુઓ સહિત લઘુમતીઓ પર િંહસાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહૃાો છે, જેને લઈને વિશ્ર્વભરમાં િંચતા અને માનવાધિખાર સંગઠનોમાં આક્રોશ છે. ગત અઠવાડિયે ભારતે બાંગ્લાદૃેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલી િંહસાને લઈને િંચતા વ્યક્ત કરી હતી અને કહૃાું હતું કે તેઓ પોતાના પાડોશમાં બની રહેલી ઘટનાઓ પર નજર રાખી રહૃાું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખોકન ચંદ્ર દૃાસ કેઉરભંગા બજારમાં દૃવા અને મોબાઈલ બેિંંકગની દૃુકાન ચલાવે છે. દૃુકાન બંધ કરી તે દિૃવસની કમાણી લઈને સીએનજી ઓટોથી ઘરે પરત ફરી રહૃાો હતો. ત્યારે ડામુડ્યા શરીયતપુર વિસ્તારમાં ઉગ્રવાદૃીઓએ ઓટો રોકી તેના પર હુમલો કરી દૃીધો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હુમલાખોરોને શોધી રહી છે.

રિલેટેડ ન્યૂઝ