ઓડિશાના ભાજપ સાંસદૃ સુજીત કુમારે ‘સ્પેસ ફોર્સની રચના કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે
વિશ્ર્વભરમાં આજે જમીનથી લઈને અંતરિક્ષ સુધીની સુરક્ષા ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. ત્યારે આજે (૯ ફેબ્રુઆરી) રાજ્યસભામાં દૃેશની સુરક્ષા સાથે જોડાયેલા ‘સ્પેસ ફોર્સનો મુદ્દો ઉઠાવાયો છે. આ મુદ્દો ઉઠાવતી વખતે કહેવાયું છે કે, ભારતે પોતાની સ્વતંત્ર સ્પેસ ફોર્સની રચના કરવી જોઈએ. વર્તમાન સમયમાં અંતરિક્ષનો મામલો દૃેશની સુરક્ષા સાથે સીધો જોડાયેલો છે.
ઓડિશાના ભાજપ સાંસદૃ સુજીત કુમારે ‘સ્પેસ ફોર્સની રચના કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. તેમણે કહૃાું કે, અંતરિક્ષ હવે માત્ર વિજ્ઞાન કે સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલું નથી, હવે તે દૃેશની સુરક્ષા, અર્થવ્યવસ્થા અને સૈન્ય ક્ષમતાઓ સાથે જોડાયેલું વ્યૂહાત્મક ડોમેન બની ગયું છે.
સાંસદૃે કહૃાું કે, ‘આજે અંતરિક્ષમાં રહેલા ઉપગ્રહો પર કૉલ, ઈન્ટરનેટ, ય્ઁજી, બેિંકગ, દૃેખરેખ અને સેના અભિયાનો નિર્ભર છે. જો દૃુશ્મન દૃેશ અંતરિક્ષમાં સામાન્ય ગડબડ ઉભી કરે તો તેની સીધી અસર દૃેશની જમીન પર સુરક્ષા અને વ્યવસ્થા પર પડી શકે છે.
સુજીત કુમારે ગૃહમાં કહૃાું કે, ‘કાં તો આપણે ચૂપ બેસીને આપણી અર્થવ્યવસ્થાને ઠપ કરે તેવા હુમલાની રાહ જોઈએ અથવા આપણે પહેલેથી એવી શક્તિ ઉભી કરીએ, જેમાં આવો હુમલો થઈ જ ન શકે. સ્પેસ ફોર્સ આકાશમાં યુદ્ધ જીતવા માટે નહીં, પરંતુ જમીન પર હારથી બચાવવા માટે જરૂરી છે. આ વિષય પર ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરીવી જોઈએ, જે સ્વતંત્ર સ્પેસ ફોર્સ અને સ્પેસ વૉરફેર અકાદૃમીની જરૂરીયાત પર ધ્યાન કેન્દ્રીત કરીને રિપોર્ટ સોંપે.
તેમણે વધુમાં કહૃાું કે, ‘વર્ષ ૨૦૧૯માં ડિફેન્સ સ્પેસ એજન્સી અને ડિફેન્સ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના તેમજ એન્ટી-સેટેલાઈટ પરીક્ષણની સફળતા મળી હતી, જેના કારણે ભારત વૈશ્ર્વિક મંચ પર મજબૂત સ્પેસ પાવર તરીકે ઉભરી આવ્યું. જોકે વર્તમાન સમયમાં આ પૂરતું નથી.
તેમણે ગૃહમાં વધુ વિગતો આપતા કહૃાું કે, ‘અમેરિકાએ ૨૦૧૯માં સ્પેસ ફોર્સ બનાવ્યું છે, જ્યારે ચીન પાસે પણ અંતરિક્ષને જોડતી વિશેષ સૈન્ય ક્ષમતાઓ છે. આવી સ્થિતિમાં ભારતે પણ કોઈપણ પ્રકારની ઢીલાશ ન દૃાખવવી જોઈએ. આપણી વર્તમાન ડિફેન્સ સ્પેસ એજન્સી એક સારી શરૂઆત છે, પરંતુ તે હજુ કામચલાઉ માળખામાં કાર્ય કરી રહી છે.
