વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ
દિૃલ્હીના ઈન્દિૃરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે (૨૪મી ફેબ્રુઆરી) એક મોટી વિમાન દૃુર્ઘટના ટળી છે. દિૃલ્હીથી લેહ જઈ રહેલા સ્પાઈસજેટના બોઇંગ ૭૩૭ વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક દિૃલ્હી પરત લાવી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. વિમાનમાં સવાર તમામ ૧૫૦ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
સ્પાઈસજેટની લાઈટ જીય્૧૨૧ એ દિૃલ્હી એરપોર્ટ પરથી લેહ જવા માટે ઉડાન ભરી હતી. જોકે, ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં ક્રૂ મેમ્બર્સને વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી હોવાનું જણાયું હતું. અહેવાલો અનુસાર, વિમાનનું એન્જિન નંબર ૨ ફેઈલ થઈ ગયું હતું, જેને પગલે પાયલટે સાવચેતીના ભાગરૂપે લેહ જવાનું માંડી વાળી દિૃલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
