એચડીએફસી બેંકે ગુવાહાટીમાં નવી ‘ટેક એન્ડ ડિજિટલ ફેક્ટરી’નું ઉદ્ઘાટન કર્યું

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક, એચડીએફસી બેંકે સોમવારે ગુવાહાટીમાં તેની નવી ‘ટેક એન્ડ ડિજિટલ ફેક્ટરી’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેસિલિટી અસમમાં અદ્યતન ટેક્નોલોજીનાવિકાસ, નવીનીકરણ અને ટેલેન્ટ ઇન્ક્યુબેશનના કેન્દ્ર તરીકે કામ કરશે, જે એઆઈ, ડિજિટલ અને સાઇબર સિક્યુરિટી ટેલેન્ટ પૂલને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.આ ફેસિલિટી અસમમાં એચડીએફસી બેંકની પ્રથમ અને રાષ્ટ્રીય સ્તરે ચોથી ફેસિલિટી છે.બેંક હાલમાં મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં ‘ટેક એન્ડ ડિજિટલ ફેક્ટરી’ ધરાવે છે.
આ ફેસિલિટીનું ઉદ્ઘાટન અસમના માનનીય મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમા દ્વારા એચડીએફસી બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરુચા, એચડીએફસી બેંકના ચીફ ઇન્ફોર્મેશન ઑફિસર રમેશ લક્ષ્મીનારાયણ, અસમ સરકારના મહાનુભાવો, સહભાગી શૈક્ષણિક સંસ્થાઓના સભ્યો અને એચડીએફસી બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ ફેસિલિટી રાજ્યમાં કુશળ વ્યાવસાયિકો માટે કારકિર્દીની તકો પણ પૂરી પાડશે, જે તેમને નેક્સ્ટ-જનરેશન ટેક્નોલોજીના વિકાસમાં સીધું યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે.બેંક સ્થાનિક ટેક ટેલેન્ટનો ઉપયોગ કરીને ‘ટેક એન્ડ ડિજિટલ ફેક્ટરી’ માટેની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.તેનો હેતુ એઆઈ, ક્લાઉડ, ડેટા અને કોર એન્જિનીયરિંગ ટ્રેક્સમાં કોર ટેક્નોલોજીને સક્ષમ બનાવવાનો છે, જેથી રાજ્યમાં ડિજિટલ પ્રોડક્ટ બનાવવાની ક્ષમતાઓનેવિકસાવી શકાય.
બેંકે અસમના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્ત્વ હેઠળ ‘એડવાન્ટેજ અસમ 2.0’ના ભાગરૂપે અસમ સરકાર સાથે સહભાગીદારી કરી છે.આ સંયુક્ત પહેલ હેઠળ, એચડીએફસી બેંક અને અસમ સરકાર બીએફએસઆઈ અને ફિનટેક ક્ષેત્રો સંબંધિત કૌશલ્ય-નિર્માણના સુવ્યવસ્થિત અભ્યાસક્રમના માધ્યમથી ઔદ્યોગિક કુશળતાની સાથે શૈક્ષણિક જ્ઞાનને વધારવાનો ઇરાદો ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ