દૃક્ષિણ ભારતના ૩ રાજ્યોમાં એલર્ટ ૨૬૦ કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું

ભારતીય ઉપખંડમાં શિયાળાની વિદૃાય વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હિન્દૃ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘હોરાસિયો ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે આગળ વધી રહૃાું છે. જોકે, આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરને પગલે હવામાન વિભાગે દૃક્ષિણ ભારતના રાજ્યોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે.વાવાઝોડાની અસર અને સમુદ્રમાં ઓછા દૃબાણને કારણે હવામાન વિભાગે આંધ્રપ્રદૃેશ, તેલંગાણા અને કેરલમમાં ભારે પવન સાથે વરસાદૃની આગાહી કરી છે. જ્યારે આંદૃામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં પણ વરસાદૃની અપેક્ષા છે.જ્યારે દૃક્ષિણ ભારતમાં વરસાદૃી માહોલ છે, ત્યારે ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધી રહૃાો છે. દિૃલ્હી-NCR રાજધાનીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫ ડિગ્રી વધી ગયું છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું. હાલમાં અહીં વરસાદૃની કોઈ સંભાવના નથી.પંજાબ અને હરિયાણામાં સવારના સમયે ધુમ્મસ જોવા મળશે, પરંતુ દિૃવસ દૃરમિયાન તેજ તડકો રહેશે. આગામી ત્રણ દિૃવસમાં ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં તાપમાન ૫ ડિગ્રી સુધી વધી શકે છે.

રિલેટેડ ન્યૂઝ