તેને કાયદૃાકીય વિવેક પર છોડી દૃેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવી શકે
આજે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે દૃેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહૃાું કે, હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કહૃાું કે, પર્સનલ લો ને અમાન્ય જાહેર કરીને શૂન્ય સ્થિતિ ઉત્પન્ન કરવાથી યોગ્ય એ જ રહેશે કે, તેને કાયદૃાકીય વિવેક પર છોડી દૃેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદૃો બનાવી શકે.
ભારતના ચીફ જસ્ટિસ (ઝ્રત્નૈં) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર મહાદૃેવનની બેન્ચે પર્સનલ લો ના કારણે ઉવતી મુશ્કેલીઓમાંથી બચવા માટ વિધાનસભાને તેના પર કામ કરવાનું સૂચન આપ્યું છે.
મુસ્લિમ મહિલાઓ માટે સમાન ઉત્તરાધિકાર અધિકારોની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કોર્ટે કહૃાું કે, દૃેશની તમામ મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ર્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દૃેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. કોર્ટે પહેલાથી જ યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ કરી છે. જુઓ, એક મુસ્લિમ પુરુષ… તે કોઈપણ પ્રક્રિયાનું પાલન કરીને તેની પત્નીને એકપક્ષીય રીતે તલાક આપી શકે છે.
કોર્ટે આગળ કહૃાું કે, ’શું આપણે પર્સનલ લો પર આધારિત તમામ દ્વિપક્ષીય સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ છીએ કે નહીં. તેથી આપણે મૂળભૂત ફરજોને પ્રભાવી બનાવવા માટે કાયદૃાકીય શક્તિ પર આધાર રાખવો પડશે.’ ઝ્રત્નૈં સૂર્યકાંતે કહૃાું કે, જેમ સાચું જ કહેવામાં આવ્યું છે કે, તેનો જવાબ યુનિફોર્મ સિવિલ કોડ છે.
