મમતા સામે પ્રદૃીપ પ્રસાદૃને ઉતાર્યા બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ બેઠકો પર ઉમેદૃવારોની જાહેરાત

પાર્ટીએ ૨૯૪ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, અધીર રંજન ચૌધરી બહેરામપુરથી ચૂંટણી લડશે

પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ ઉમેદૃવારોની યાદૃી જાહેર કરી છે. પાર્ટીએ ૨૯૪ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદૃી જાહેર કર્યા બાદૃ હવે બંગાળમાં કોંગ્રેસ અને ્સ્ઝ્ર એકબીજાની સામે ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદૃવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદૃીપ પ્રસાદૃને ઉમેદૃવાર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દૃુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે ઝ્રઁસ્એ શ્રીજીબ વિશ્ર્વાસને મેદૃાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસની શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ર્ચિમ બંગાળની તમામ ૨૯૪ બેઠકો પર ઉમેદૃવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે ઉમેદૃવારો ઉતારવાના નિર્ણય બાદૃ રવિવારે કોંગ્રેસ તરફથી ૨૮૪ બેઠકો પર ઉમેદૃવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ર્ચિમ બંગાળમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા ૨૯૪ છે અને અહીં હાલમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય નથી. અગાઉની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ અને ્સ્ઝ્રએ અલગ-અલગ લડી હતી

રિલેટેડ ન્યૂઝ