અફવાઓ પર વિશ્ર્વાસ ન કરવા કેન્દ્રની અપીલ
પશ્ર્ચિમ એશિયામાં સર્જાયેલી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદૃરતી ગેસ મંત્રાલય દ્વારા દૃેશની સ્થિતિ અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે ફરી નાગરિકોને ખાતરી આપી છે કે દૃેશમાં ઈંધણ અને અન્ય આવશ્યક સેવાઓ પર કોઈ વિપરીત અસર પડી નથી. દૃેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. પેટ્રોલિયમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દૃેશના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા મંત્રાલય દ્વારા વિનંતી કરવામાં આવી છે. પશ્ર્ચિમ એશિયાના દૃરિયાઈ માર્ગેથી આશરે ૯૪,૦૦૦ મેટ્રિક ટન કાર્ગો લઈને આવતા બે ન્ઁય્ જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહૃાા છે. માર્ચ મહિના દૃરમિયાન સ્થાનિક, કોમર્શિયલ અને હોસ્ટેલ જેવી વિવિધ ક્ષેત્રમાં ૨.૯ લાખથી વધુ નવા ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા છે.યુરિયા પ્લાન્ટ્સ માટે ગેસનો પુરવઠો સ્થિર જાળવી રાખવામાં આવ્યો છે. છેલ્લા ૬ મહિનાની સરેરાશના ૭૦-૭૫ ટકા પુરવઠો જળવાઈ રહૃાો છે અને વધારાના ન્દ્ગય્ (લિક્વિફાઈડ નેચરલ ગેસ)ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દૃેશના તમામ બંદૃરો પર કામગીરી સામાન્ય છે અને ક્યાંય પણ માલસામાનના પરિવહનમાં અવરોધ કે ભીડ જોવા મળી નથી.
