આ દૃુર્ઘટના બાદૃ સ્પાઇસજેટના વિમાનને દિૃલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરી દૃેવામાં આવ્યું છે : મુસાફરો સુરક્ષિત
દિૃલ્હીના ઈન્દિૃરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરૂવારે એક મોટી દૃુર્ઘટના ટળી ગઈ હતી. સ્પાઇસજેટનું મ્૭૩૭-૭૦૦ વિમાન એરપોર્ટ પર ટેક્સીઇંગ કરી રહૃાું હતું ત્યારે તે અકાસા એરના ઉભેલા વિમાન સાથે અથડાયું હતું. આ ટક્કરમાં સ્પાઇસજેટના વિમાનની જમણી તરફથનું િંવગલેટ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. સાથે અકાસા એરના વિમાનની ડાબી તરફથનું હોરિઝોન્ટલ સ્ટેબલાઇઝર પણ ડેમેજ થઈ ગયું. આ દૃુર્ઘટના બાદૃ સ્પાઇસજેટના વિમાનને દિૃલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરી દૃેવામાં આવ્યું છે. બીજી એરલાઈનનું ડેમેજ થયેલું વિમાન પણ ઓપરેશનથી બહાર છે. અકાસા એરના પ્રવક્તાએ કહૃાું- અકાસા એરનું વિમાન જે દિૃલ્હીથી હૈદૃરાબાદૃ માટે ઉડાન ઊઁ ૧૪૦૬ સંચાલિત કરી રહૃાું હતું, તેણે ૧૬ એપ્રિલ ૨૦૨૬ના બે (હ્વટ્ઠઅ) પરત ફરવું પડ્યું. શરૂઆતી જાણકારી પ્રમાણે અકાસાનું વિમાન સ્થિર ઉભેલું હતું, ત્યારે બીજી એરલાઈનનું વિમાન તેની સાથે ટકરાયું હતું. બધા યાત્રિકો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અમારી ગ્રાઉન્ડ ટીમો યાત્રિકોને જલ્દૃી હૈદૃરાબાદૃ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે.
સ્પાઇસજેટના પ્રવક્તાએ કહૃાું- ૧૬ એપ્રિલે દિૃલ્હી એરપોર્ટ પર ટેક્સી કરવા સમયે સ્પાઇસજેટનું એક મ્૭૩૭-૭૦૦ વિમાન દૃુર્ઘટનાનું શિકાર થઈ ગયું, જેના કારણે તેના જમણા િંવગલેટ અને બીજી એરલાઈનના વિમાનને પણ નુકસાન પહોંચાજ્યું છે. સ્પાઇસજેટે વિમાનને દિૃલ્હીમાં રોકી દૃીધું છે. આ ઘટના બાદૃ બંને વિમાનોને ઠીક કરવા અને તપાસ કરવા માટે લઈ જવાની તૈયારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે લેહથી આવેલું સ્પાઇસજેટનું વિમાન ગેટ તરફ આગળ વધી રહૃાું હતું અને અકાસા એરનું વિમાન હૈદૃરાબાદૃ માટે પાછળ હટી રહૃાું હતું.
