સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થિતિ સ્પષ્ટ કરી યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી

સમાન નાગરિક સંહિતા ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવું જોઈએ નહીં

દૃેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું છે કે, સમાન નાગરિક સંહિતા ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવું જોઈએ નહીં. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરુદ્ધ દૃાખલ કરાયેલી એક રિટ પિટિશનની સુનાવણી દૃરમિયાન સીજેઆઈએ આ મહત્વનું અવલોકન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચ મુસ્લિમ મહિલાઓના વારસાના અધિકારો અંગેની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મુસ્લિમ પર્સનલ લો મહિલાઓ સાથે ભેદૃભાવ કરે છે. સુનાવણી દૃરમિયાન વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દૃલીલ કરી હતી કે, આદૃર્શ રીતે એક એવો યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ જે તમામ ધર્મોના વારસાના અધિકારોને નિયંત્રિત કરે.
સુનાવણી દૃરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ પણ મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સમાજમાં એક વૈજ્ઞાનિક, તર્કસંગત અને માનવતાવાદૃી દ્રષ્ટિકોણ વિકસિત થવો જોઈએ, જે આપણા મૂળભૂત કર્તવ્યોમાં પણ સામેલ છે. જ્યારે પ્રશાંત ભૂષણે કહૃાું કે, આપણે વિપરીત દિૃશામાં જઈ રહૃાા છીએ, ત્યારે કોર્ટે બંધારણીય ગરિમા જાળવવા પર ભાર મૂક્યો હતો.

રિલેટેડ ન્યૂઝ