વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગ્યા બાદૃ એક પછી એક ૧૦૦થી વધુ સિલિન્ડર ફાટતા શહેર ધણધણી ઉઠ્યું
ઉત્તર પ્રદૃેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે કાળજું કંપાવી દૃે તેવી ઘટના બની હતી. અહીં આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગ્યા બાદૃ એક પછી એક ૧૦૦થી વધુ રાંધણ ગેસના સિલિન્ડર ફાટતા આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેનું ધુમાડાનું વાદૃળ ૧૦ કિલોમીટર દૃૂરથી પણ જોઈ શકાતું હતું.
સીતાપુર બાયપાસ પાસે આવેલી આ ઝૂંપડપટ્ટીમાં બુધવારે સાંજે આશરે ૪ વાગ્યે અચાનક એક િંચગારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગે આખી વસાહતને લપેટમાં લઈ લીધી હતી. ઝૂંપડાઓમાં રાખેલા સિલિન્ડરોમાં ધડાકા થવાનું શરૂ થતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ દૃહેશત ફેલાઈ ગઈ હતી. લપેટો ૩૦ ફૂટ ઊંચે સુધી ઉછળતી જોઈ લોકો જીવ બચાવવા રસ્તા પર દૃોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડની ટીમો માટે આ કામગીરી અત્યંત જોખમી હતી. એકતરફ ભીષણ આગ ઠારવાની હતી અને બીજી તરફ સતત થઈ રહેલા સિલિન્ડર બ્લાસ્ટથી બચવાનું હતું. ફાયરકર્મીઓએ જીવના જોખમે આગને પાકા મકાનો સુધી પહોંચતી અટકાવી હતી. આશરે ૮ કલાકની સતત જહેમત બાદૃ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.રાહતની વાત એ રહી કે કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આશરે ૧૦૦૦થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. સેંકડો પરિવારો રસ્તા પર આવી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગમાં મરઘાં, બકરીઓ અને કૂતરા સહિત આશરે ૫૦ જેટલા અબોલ પશુઓ જીવતા ભુંજાઈ ગયા છે.પોતાના સ્વજનો અને બાળકોને શોધવા માટે વ્યાકુળ થયેલા લોકો જ્યારે આગની અંદૃર જવાની જીદૃ કરવા લાગ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દૃરમિયાન ભીડ ઉશ્કેરાઈ હતી અને પોલીસ તેમજ સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પર પથરાવ કર્યો હતો. આ અથડામણમાં ૮થી ૧૦ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ બંદૃોબસ્ત તૈનાત છે અને તપાસ ચાલી રહી છે.
