‘માઇક્રોસોટ અને ‘મેટામાં ૨૩૦૦૦ નોકરીઓ ખતરામાં

ખર્ચ વધતા ટેક ક્ષેત્રમાં ફરી છટણીની આશંકા

ન્યુ દિલ્હી : વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ મેટા પ્લેટફોર્મ અને માઇક્રોસોફ્ટ દ્વારા મોટા પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) ક્ષેત્રમાં વધતા ખર્ચને કારણે બંને કંપનીઓ ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે પગલાં લઈ રહી છે. અહેવાલો મુજબ આ નિર્ણયોનો સીધો અસર આશરે 23,000 કર્મચારીઓ પર પડી શકે છે.
મેટા પ્લેટફોર્મએ આંતરિક મેમો દ્વારા જાહેર કર્યું છે કે કંપની તેના કુલ કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા, એટલે કે આશરે 8,000 લોકોને છૂટા કરશે. આ પ્રક્રિયા 20 મેથી શરૂ થવાની છે. સાથે જ કંપની લગભગ 6,000 ખાલી જગ્યાઓ નહીં ભરે, જેના કારણે કુલ અસર વધુ મોટી બની શકે છે. કંપનીના જણાવ્યા મુજબ આ પગલું સંગઠનને વધુ ચપળ અને કાર્યક્ષમ બનાવવા માટે લેવાયું છે.
બીજી તરફ માઇક્રોસોફ્ટએ તેના અમેરિકન કર્મચારીઓ માટે સ્વૈચ્છિક બાયઆઉટ યોજના શરૂ કરી છે. અંદાજે 1.25 લાખ કર્મચારીઓમાંથી લગભગ 7 ટકા, એટલે કે 8,750 કર્મચારીઓ આ ઓફર માટે પાત્ર હોઈ શકે છે. કંપનીના ઇતિહાસમાં આ સૌથી મોટું બાયઆઉટ પગલું ગણાય છે.
નિષ્ણાતોના મત મુજબ, હવે ટેક કંપનીઓ ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના કારણે આવનારા સમયમાં વધુ છટણી થવાની શક્યતા નકારી શકાય નહીં.

રિલેટેડ ન્યૂઝ