મમતા સરકારે માતાઓને રડાવી અને ગૂંડાઓને સાથ આપ્યો

બંગાળમાં વડાપ્રધાન મોદૃીના TMC પર પ્રહાર

ભાજપ સરકાર બનશે તો મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ મળશે : જન ઔષધિ કેન્દ્રો પર ૮૦ ટકા સુધી સસ્તી દૃવાઓ મળશે : મોદૃી

પશ્ર્ચિમ બંગાળના બોંગાંવમાં રવિવારે (૨૬ એપ્રિલ) યોજાયેલી વિજય સંકલ્પ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, ્સ્ઝ્રની નિર્મમતા એ બંગાળની ઓળખ (મા, માટી અને માનુષ)ને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ૧૫ વર્ષ પહેલા ્સ્ઝ્ર ‘મા-માટી-માનુષના નારા સાથે સત્તામાં આવી હતી, પણ આજે તેમના મોઢેથી આ શબ્દૃો પણ નીકળતા નથી. જો તેઓ તેનો ઉલ્લેખ કરશે તો તેમના પાપ બહાર આવી જશે. ્સ્ઝ્રની નિર્મમતા એ માતાઓને રડાવી, માટીને માફિયાઓ અને ઘુસણખોરોને સોંપી દૃીધી અને માનુષને સ્થળાંતર માટે મજબૂર કરી દૃીધા છે.
પીએમ મોદૃીએ કહૃાું કે, બંગાળ પાસે અગણિત શક્યતાઓ છે અને આ રાજ્ય ફરીથી દૃેશનું નંબર ૧ રાજ્ય બની શકે છે. પીએમ મોદૃીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદૃ કરતાં કહૃાું કે, નેતાજીએ કહૃાું હતું, ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદૃી આપીશ. આજે બંગાળને તમારા એક મતની જરૂર છે. તમે અમને તમારો મત આપો, અમે તમને ્સ્ઝ્રથી મુક્તિ અપાવશું.
પીએમ મોદૃીએ પહેલા તબક્કાના મતદૃાનનો ઉલ્લેખ કરતાં કહૃાું કે, જનતાએ પહેલા તબક્કામાં જ ્સ્ઝ્રના અહંકારને તોડી નાખ્યો છે અને બીજા તબક્કામાં ભાજપની મોટી જીત નિશ્ર્ચિત છે. મહિલાઓની સુરક્ષા અંગે પીએમ મોદૃીએ ્સ્ઝ્ર સરકાર પર ગંભીર આરોપ મૂક્યા. તેમણે કહૃાું, ્સ્ઝ્રના મહા જંગલરાજની સૌથી મોટી પીડિત અમારી બહેનો અને દૃીકરીઓ છે. સંદૃેશખાલીમાં બહેનો સાથે અન્યાય થયો, પણ સરકાર ગુંડાઓની સાથે રહી. દૃીકરીઓ ગુમ થઈ રહી છે અને સરકાર સૂઈ રહી છે. તેમણે જનતાને અપીલ કરી કે આવી ઘટનાઓ ક્યારેય ભૂલવી નહીં જોઈએ અને ૪ મે પછી ભાજપ સરકાર બનશે ત્યારે દૃોષિતો સામે કડક કાર્યવાહી થશે. સભામાં પીએમ મોદૃીએ મહિલાઓ માટે અનેક વચનો આપ્યા. તેમણે કહૃાું કે, ભાજપ સરકાર બનશે તો મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીનું મફત ઈલાજ મળશે. જન ઔષધિ કેન્દ્રો પર ૮૦ ટકા સુધી સસ્તી દૃવાઓ મળશે. બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસ અને રસીકરણ મફત રહેશે. ગર્ભાવસ્થામાં ૨૧,૦૦૦ રૂપિયાની સહાય અને દૃીકરીઓની ગ્રેજ્યુએશન માટે ૫૦,૦૦૦ રૂપિયાની મદૃદૃ મળશે.પીએમ મોદૃીએ કહૃાું કે, દૃીકરીઓની અભ્યાસ અને દૃવાઓની સંપૂર્ણ જવાબદૃારી ભાજપ સરકાર લેશે. ઉપરાંત, પીએમ મોદૃીએ દૃર વર્ષે ૩૬,૦૦૦ રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં જમા કરાવવાનો, આંગણવાડી અને મહિલા હેલ્થ વર્કર્સના પગારમાં સુધારો કરવાનો અને સરકારી નોકરીઓમાં દૃીકરીઓને ૩૩ ટકા આરક્ષણ આપવાનો પણ વચન આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ