શીકનેક્ટ્સ ડિજિટલ એક્સેલરેટર ભારત અને સબ-સહારન આફ્રિકામાં મહિલાઓના ડિજિટલ સમાવેશીકરણને આગળ ધપાવવામાં અગ્રેસર

રિલાયન્સ ફાઉન્ડેશન અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના ડિજિટલ સમાવેશીકરણને સુદૃઢ અને વેગવાનબનાવવા એક નવી પહેલ – શીકનેક્ટ્સ ડિજિટલ એક્સેલરેટરની આજે જાહેરાત કરાઈ છે. આ એક્સેલરેટરનો ઉદ્દેશ પૂરવાર થયેલા અને ઉચ્ચત્તમ અસરોયુક્ત ડિજિટલ ઉપાયો અપનાવીને મહિલાઓ અને કિશોરીઓના જીવનસ્તર અને આજીવિકામાં સુધારો આણવાનો છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. 200 કરોડની આ પહેલ મહિલાઓના ડિજિટલ સમાવેશીકરણને આગળ ધપાવવાની સાથે સ્થાનિક સ્તરે સંચાલિત સંશોધનોને ટેકો આપવા માટે ’ગ્લોબલ સાઉથ’નું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. ભારતમાં શીકનેક્ટ્સ ડિજિટલ એક્સેલરેટરને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સહયોગ અપાશે અને તે પુરાવા આધારિત ઉચ્ચ અસરોયુક્તઉપાયોને ઓળખી તેને વ્યાપક બનાવશે. ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કામ કરતા આ એક્સેલરેટર દક્ષિણ એશિયા-દક્ષિણ આફ્રિકા, ખાસકરીને ભારત અને સહારાના રણપ્રદેશમાં સમાવિષ્ટ આફ્રિકન દેશો વચ્ચે જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે.
છેલ્લા એક દાયકામાં ભારત અને સબ-સહારન આફ્રિકાએ મહિલાઓ માટે ડિજિટલ એક્સેસ, સહભાગિતા અને તકો ઊભી કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. શીકનેટ્ક્સ ડિજિટલ એક્સેલરેટરનો ઉદ્દેશ ત્રિ-સ્તરીય અભિગમ દ્વારા ડિજિટલ ક્ષેત્રે સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવને મિટાવતા ઉપાયોને વેગ આપવાનો છે: શ) ગ્રાન્ટ અથવા એવોર્ડ અને/અથવા ટેકનિકલ સલાહકીય સહાય દ્વારા પુરાવા આધારિત સોલ્યૂશન્સને વ્યાપક બનાવવા;શશ) એવોર્ડ વિજેતા વચ્ચે દક્ષિણમુખી જ્ઞાન અને સહયોગને પ્રોત્સાહન આપવું; અને શશશ) સફળ પદ્ધતિઓ અપનાવવા માટે સમગ્ર ઇકોસિસ્ટમને મદદ કરવી.
“ડિજિટલ દુનિયામાં સંપૂર્ણ રીતે સહભાગી થવા મહિલાઓને જરૂરી સાધનો અને આત્મવિશ્વાસથી સશક્ત બનાવવી એ વધુ સમાનતાયુક્ત ભવિષ્ય માટે અનિવાર્ય છે. સશક્ત મહિલાઓ કેન્દ્રમાં હોય છે ત્યારે તેમણે સાબિત કર્યું છે કે તેઓ માત્ર પોતાની જ પ્રગતિ નથી કરતી પરંતુ સમાજમાં પરિવર્તન લાવવા માટે ઉદ્દીપક તરીકે કામ કરે છે. ભારતમાં રિલાયન્સ ફાઉન્ડેશન ડિજિટલ ક્ષેત્રે સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવને મિટાવવા અને મહિલાઓની સ્વાયત્તતા વધારવા માટેના ઉકેલોને વિસ્તૃત બનાવવા શીકનેટ્ક્સ ડિજિટલ એક્સેલરેટરને મદદ પૂરી પાડશે. આગામી ત્રણ વર્ષમાં અમે ભારતમાં મહિલાઓના ડિજિટલ સમાવેશને આગળ વધારવાના પ્રયાસોની ઓળખ કરીશું અને તેને સહયોગ આપીશું, ત્યારે અમે ભારતમાંથી ઉદભવતા નવતર પ્રયોગો અને બોધપાઠને ગ્લોબલ સાઉથ સાથે શેર કરવા માટે ઉત્સુક છીએ,”એમ રિલાયન્સ ફાઉન્ડેશનના ચીફ – વિમેન એમ્પાવરમેન્ટ સુશ્રી એન. દીપ્તિ રેડ્ડીએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ