દેશમાં ઉર્જા સપ્લાયને લઇને નહી ગભરાવા રાજનાથિંસહની અપીલ

રક્ષામંત્રી રાજનાથિંસહની અધ્યક્ષતામાં મંત્રીમંડળના આંતરિક ગૃપના મંત્રીઓની નવી દિૃલ્હીમાં મળેલી બ્ોઠકમાં દૃેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી.

પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સોમવારે નવી દિૃલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ િંસહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથની ૫મી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા સપ્લાય ચેઈન સામેના જોખમો અને દૃેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો હતો.
બેઠક દૃરમિયાન રક્ષામંત્રીએ દૃેશવાસીઓને આશ્ર્વાસન આપ્યું હતું કે સરકારે અછત રોકવા માટે મજબૂત પગલાં લીધા છે. તેમણે લોકોને અપીલ કરતા કહૃાું કે, “હું લોકોને શાંત રહેવા અને કોઈપણ પ્રકારનો ગભરાટ (ઁટ્ઠહૈષ્ઠ) ટાળવા વિનંતી કરું છું.
સરકાર સપ્લાય ચેઈનમાં આવતી રુકાવટોને રોકવા અને જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવા માટે નક્કર પગલાં ભરી રહી છે.”
રક્ષામંત્રીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી દ્વારા આપવામાં આવેલા સંદૃેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને દૃેશવાસીઓને ઉર્જા અને બળતણની બચત કરવા માટે આહવાન કર્યું છે. રાજનાથ િંસહે આ અંગે જણાવ્યું કે, વૈશ્ર્વિક વિક્ષેપો અને પડકારોનો સામનો કરવા માટે લોકોની સામૂહિક ભાગીદૃારી અત્યંત જરૂરી છે. વડાપ્રધાનની આ અપીલ ભારતને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ કદૃમ સાબિત થશે. મુશ્કેલ વૈશ્ર્વિક સમયગાળા દૃરમિયાન સંસાધનોનું સંરક્ષણ કરવું એ વડાપ્રધાનનો વ્યાપક અને મહત્વનો સંદૃેશ છે.
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્ર્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ અને સપ્લાય ચેઈન પર અસર પડવાની સંભાવના છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી, આંતરિક બજારમાં િંકમતો સ્થિર રાખવી અને માલસામાનની તંગી ન સર્જાય તે જોવું સરકાર માટે પ્રાથમિકતા છે.
આ બેઠકમાં ઉર્જા મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં ભવિષ્યની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ