રૂપિયો ડોલર સામે ઘટીને ૯૬ થયો
મધ્ય પૂર્વના યુધ્ધ અને સમજુતીના કોઇ સંકેતો ન હોવાના ઉપરાંત વૈશ્ર્વિક ઘટનાક્રમોની અસર હેઠળ વિવિધ માર્કેટોમાં ઉથલપાથલનો નવો દૌર શરૂ થયો હોય તેમ શેરબજાર આજે ફરી મંદીમાં ધકેલાઇ ગયું હતું. સોના-ચાંદીમાં કડાકા સર્જાયા હતા જયારે ક્રુડ તેલમાં ફરી તેજી થઇ હતી. શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને જ થઇ હતી. વિશ્ર્વ બજારોના પોઝીટીવ ટ્રેન્ડ અને લોકલ સ્તરે પસંદગીના ધોરણે લેવાલી રહેવાથી મોટા ભાગના શેરો તેજીના માર્ગે આગળ ધપતા રહ્યા હતા. પરંતુ બપોરથી અચાનક ટ્રેન્ડ બદલાયો હતો. વેચવાલીનો મારો શરૂ થતા માર્કેટ મંદીમાં ધસવા લાગ્યું હતું. હેવીવેઇટથી માંડી મીડકેપ સ્મોલકેપ સુધી તમામ ક્ષેત્રોના શેરોમાં આક્રમક વેચવાલીથી માર્કેટ રેડ ઝોનમાં ઉતરી ગયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કરન્સી માર્કેટમાં રૂપિયો નબળો પડી જતા અને ક્રુડ તેલ ફરી ઉંચકાવા લાગ્યાના રીપોર્ટથી ગભરાટ સર્જાયો હતો અને તેના કારણે તેજીનો ટ્રેન્ડ અટકવા સાથે માર્કેટ મંદીમાં ઉતરી ગયું હતું. આવનારા દિવસો હજુ અનિશ્ર્ચિતતાભર્યા ગણાવવામાં આવતા હતા. વિક એન્ડની બે દિવસની રજાના કારણે પણ નફારૂપી વેચવાલીથી ટોન નબળો પડી ગયો હતો.
સોના-ચાંદીમાં કડાકા સર્જાયા હતા. વિશ્ર્વબજારમાં ગાબડાની અસર થઇ હતી. વિશ્ર્વ બજારમાં સોનુ 10પ ડોલર ઘટીને 4પપ0 ડોલર થયું હતું. લોકલ માર્કેટમાં હાજર સોનુ 3ર00 ઘટીને 1,63,000 હતું. વાયદામાં 3000 રૂપિયા ઘટીને 1,પ8,880નું હતું. ચાંદીમાં ર0,000નો કડાકો સર્જાયો હતો અને હાજર ભાવ ર,74,પ00 સાંપડયો હતો.
