વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુિંલગનો નિર્દેશ

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણીને લઈને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે હવે સોમવાર અને શુક્રવારે માત્ર વર્ચ્યુઅલ સુનાવણીનો આદૃેશ જાહેર કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (ઝ્રત્નૈં) સૂર્યકાંતે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી હાઈબ્રિડ સુનાવણીની વ્યવસ્થા હતી. એટલે કે, વ્યક્તિગત રીતે હાજરી અને વર્ચ્યુઅલ એમ બંને રીતે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી.-મિસલેનિયસ ડેઝ એટલે કે સોમવાર, શુક્રવાર અથવા અન્ય નિર્ધારિત દિૃવસોમાં માત્ર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી થશે.
-આંશિક કાર્યકારી દિૃવસોમાં પણ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થશે.
-સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કાર પૂિંલગ કરવા માટે સહમત થયા. સુપ્રીમ કોર્ટે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં ભારત સરકારના પર્સનલ એન્ડ ટ્રેિંનગ વિભાગ (ર્ડ્ઢઁ્) દ્વારા ૧૨ મે ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, તાત્કાલિક અસરથી અનેક વહીવટી અને કામગીરી સંબંધી નવા પગલાં લાગુ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ