હોર્મુઝ અંગ્ો પણ આપી ખાતરી
દિૃલ્હીમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા પહોંચેલા ઈરાનના વિદૃેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને ઈરાનના સંબંધોને વધુ મહત્વના ગણાવ્યા.
અરાઘચીએ પશ્ર્ચિમ એશિયાના સંકટમાં ભારતની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. તેમણે કહૃાું કે ભારતની છબી તમામ દૃેશોમાં સકારાત્મક છે અને તે શાંતિ સ્થાપવામાં રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહૃાું, ’ભારત પર્સિયન ગલ્ફના તમામ દૃેશોનું મિત્ર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આગળ આવે.’
જો ભારત મધ્યસ્થતાની કોઈ સકારાત્મક ભૂમિકા ભજવે તો ઈરાન તેનું સ્વાગત કરશે.
ચાબહાર પોર્ટ અંગેના એક પ્રશ્ર્ન પર અરાઘચીએ કહૃાું કે ચાબહાર પોર્ટ ભારત અને ઈરાનના સહયોગનું સૌથી મોટું પ્રતીક છે. તેમણે કહૃાું કે અમેરિકન પ્રતિબંધોને કારણે આ પ્રોજેક્ટની ગતિ થોડી ધીમી પડી છે. અરાઘચીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત ચાબહાર પોર્ટના વિકાસ કાર્યને આગળ ધપાવશે.
ઈરાની વિદૃેશ મંત્રીએ કહૃાું કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ર્ચિત કરવા માટે તૈયાર છે. અરાઘચીએ સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન સંકટનો ઉકેલ યુદ્ધ નહીં પણ વાતચીત અને વિશ્ર્વાસ દ્વારા જ આવશે.
