જાહેર પરિવહન વાહનોમાં પેનિક બટનની જરૂર

જાહેર પરિવહન વાહનોમાં પ્ોનિક બટન વ્હીકલ ટ્રેિંકગ ડિવાઇસ સાથે જોડાયેલુ હોય તો ગુન્ોગારની ધરપકડ સરળતાથી થઇ શકે છે

મુસાફરોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ આદૃેશ આપ્યો છે કે, સાર્વજનિક પરિવહન સાથે જોડાયેલા વાહનોન્ો ત્યાં સુધી ફિટન્ોસ સર્ટિફિકેટ તથા પરમીટ આપવી જોઇએ નહીં જ્યાં સુધી આ બાબત સુનિશ્ર્ચિત કરવામાં ન આવે કે વાહનમાં વ્હીકલ લોકેશન ટ્રેિંકગ ડિવાઇસ (બીએલડીટી) તથા ઇમરજન્સી પ્ોનીક બટનો મૂકવામાં આવ્યા ન હોય. ઉપરાંત આ બાબતની તપાસ સાથે વાહનમાં ડેટાબ્ોઝ પણ હોવો જરૂરી છે. દિૃલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો ત્યારબાદૃ સાર્વજનિક વાહનોમાં આ બ્ો સુવિધાઓ હોવી જોઇએ ત્ોવું નક્કી થયું હતું. કેન્દ્રીય પરિવહન મંત્રાલય ઉપરાંત વિવિધ રાજ્ય સરકારોએ આ બાબતની જરૂરિયાત પર નિર્દૃેશ અને દિૃશા સ્ાૂચન જારી કર્યા હતા. પરંતુ આ બાબત સામાન્ય રીત્ો વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવતી નથી. માત્ર એક ટકાથી ઓછા જાહેર પરિવહન વાહનોમાં ટ્રેિંકગ ડિવાઇસ હોવાની બાબત્ો સુપ્રિમ કોર્ટે િંચતા વ્યકત કરી હતી તાજેતરમાં દિૃલ્હીમાં એક બસમા મહિલા પર ગ્ોંગ રેપ થયો હતો. મધ્યપ્રદૃેશમાં બસમાં મુસાફરના સ્વાંગમાં જતી તબીબ મહિલાની પોલીસ સબ ઇન્સ્પ્ોકટરે છેડતી કરી હતી.
દૃુષ્કર્મના આરોપીઓની પોલીસ્ો ધરપકડ કરી હતી અન્ો છેડતીના મામલામાં પોલીસ સબ ઇસ્પ્ોકટર જામીન પર છૂટી ગયો હતો પરંતુ આવા ગુનાઓ કરવાની વૃત્તિ ગુન્ોગારો માટે એટલા માટે થાય છે કે, સંબધિત વાહનોમાં પ્ોનીક બટનનો અભાવ હોય છે ઉપરાંત આ વાહનોમાં ટ્રેિંકગ ડિવાઇસ હોતી નથી. માર્ગ અક્સ્માતમાની સંખ્યામાં ઘટાડો લાવવા આ ઉપકરણોની ભૂમિકા મહત્વની રહેતી હોય છે કોર્ટે એવો પણ આદૃેશ કર્યો છે કે, વાહન નિર્માતાઓએ આવા ઉપકરણો લગાવીન્ો જ વાહનોનું વેચાણ કરવું જોઇએ. આ વ્યવસ્થાન્ો લઇન્ો કોર્ટે કેન્દ્ર સરકારન્ો એક રિપોર્ટ બનાવવાનો આદૃેશ કર્યો છે.
સૌથી મોટો પ્રશ્ર્ન પ્ોનિક બટનનો છે ખાસ કરીન્ો સાર્વજનિક વાહનોમાં સ્કૂલ બસ પણ હોય છે જેમાં શાળાએ શિક્ષણ મેળવવા જતાં વિદ્યાર્થીઓ હોય છે ઉપરાંત જાહેર પરિવહન વાહનોમાં મહિલાઓ અને વૃધ્ધો વધુ મુસાફરી કરતા હોય છે. જેમની સુરક્ષા વધુ મહત્વની છે, કેન્દ્રીય પરિવહન મંત્રાલય તથા રાજ્ય સરકારોએ આ બાબતની અનિવાર્યતા માટે કાગળ પર કાર્વવાહી શરૂ કરી છે. આથી િંચતા આ વાતની છે કે, દૃેશમાં આટલા બધા કાયદૃાઓ હોવા છતાં ત્ોની જોગવાઇ કરવાની દૃીશામાં નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
ઓકટોબર ૨૦૧૫ પછી બધા પરિવહન વાહનોમાં સ્પીડ લિમીટ ડિવાઇસ (એસએલડી) મૂકવાના આદૃેશની પણ આ સ્થિતિ થઇ છે. આ વાતનું કારણ આ છે કે, ઘણા રાજ્યો આ અનિવાર્યતાનો અમલ કરવામાં યોગ્ય ટેકનીકલ બંદૃોબસ્ત કરી શકી નથી.
જ્યારે પ્ોનીક બટન વ્હીકલ ટ્રેકિંગ ડિવાઇસ સાથે જોડાયેલું હોય તો ગમે ત્ોવા ગુન્ોગારની ધરપકડ સરળતાથી થઇ શકે છે. કોર્ટના આ આદૃેશ પછી આ વાતની આશા રાખવી જોઇએ કે હવે આ દિૃશામાં ઝડપથી કાર્યવાહી થશે. કારણ કે, અકસ્માતો નિવારવાની સાથે મહિલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરી શકાય.
ઉપરાંત સુપ્રિમ કોર્ટે માર્ગ સુરક્ષાની કથળતી સ્થિતિ પર િંચતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં લેન ડ્રાઇવિગની કોઇ વ્યવસ્થા નથી જેના કારણે મોટાપાયે માર્ગ અક્સ્માતો થાય છે અદૃાલત્ો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃેશોન્ો આદૃેશ આપ્યો છે કે, જાહેર નરિવહન વાહનોમાં લોકેશન ટ્રેિંકગ ડિવાઇસ અન્ો પ્ોનિક બટન ફરજિયાતપણે લગાવવામાં આવે.
આ સાથે કોર્ટે માર્ગ સુરક્ષા બોર્ડની રચના નહીં થવા બદૃલ નારાજગી વ્યકત કરી હતી અન્ો કેન્દ્ર સરકારન્ો અંતિમ તક આપતા ત્રણ મહિનામાં બોર્ડની રચના કરવાનો નિર્દૃેશ આપ્યો હતો.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્ર્વનાથનની બ્ોન્ચે વર્ષ ૨૦૧૨માં દૃાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુનાવણી કરી હતી જેમાં દૃેશભરમાં માર્ગ સુરક્ષા ઉપાયો લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી.
આ અરજી સર્જન એસ. રાજશેકરન દ્વારા દૃાખલ કરવામાં આવી હતી. સુનાવણી દૃરમ્યાન જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું હતું કે, આ દૃેશમાં ડ્રાઇવરો લેન ડ્રાઇવીંગનું પાલન કરે ત્ો કેવી રીત્ો સુનિશ્ર્ચિત કરવું? અહીં લેન ડ્રાઇવની કોઇ વિભાવના નથી મોટા ભાગના અકસ્માતો આ કારણથી થતા હોય છે અને જેમાં ઘણા લોકો મૃત્યુન્ો ભેટે છે તથા ઇજાગ્રસ્ત બન્ો છે. અદૃાલત્ો આ વાતની સ્પષ્ટતા કરી હતી કે, કોઇપણ જાહેર પરિવહન વાહનન્ો ત્યાં સુધી ફિટન્ોસ સર્ટિફિકેટ કે પરમીટ આપવામાં ન આવે જ્યાં સુધી ત્ોમાં ટ્રેિંકગ ડિવાઇસ અને પ્ોનિક બટનો લગાવેલા ન હોય.

રિલેટેડ ન્યૂઝ