ઉત્તર અને પશ્ર્ચિમ ભારત ગરમીથી તપી રહૃાું છે તો બીજી તરફ પૂર્વોત્તર અને દૃક્ષિણ ભારત ભારે વરસાદૃ અને તોફાનનો કેર જોવા મળી રહૃાો છે
દૃેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે ગરમીનો કેર છે તો બીજી તરફ પૂર્વોત્તર ભારત અને દૃક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદૃ અને આંધી તોફાનની શક્યતા છે.
ૈંસ્ડ્ઢ દ્વારા ૨૭ મે સુધીનું એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીમાં જણાવાયું છે કે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ, મધ્ય પ્રદૃેશ, વિદૃર્ભ અને છત્તીસગઢમાં ભારે ગરમી અને હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
ખાસ કરીને પશ્ર્ચિમ રાજસ્થાનમાં ૧૭ થી ૧૯ મે દૃરમિયાન સીવિયર હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દિૃલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ ૧૬ થી ૨૦ મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં તાપમાન સામાન્ય કરતા ૩ થી ૫ ડિગ્રી સુધી વધી શકે છે.તાજેતરમાં રાજસ્થાનના બાડમેરમાં પારો ૪૮.૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જ્યારે જૈસલમેરમાં ૪૬.૧ ડિગ્રી નોંધાયું.બપોર દૃરમિયાન બહાર નીકળવું જોખમી બની શકે છે. બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પૂર્વોત્તર ભારત અને દૃક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદૃ અને આંધી તોફાનની શક્યતા છે. અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદૃેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદૃનું એલર્ટ જાહેર કરાયું છે.
બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ૫૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વચ્ચે ૈંસ્ડ્ઢ એ વધુ એક મહત્વની માહિતી આપી છે. ૧૬ મે આસપાસ દૃક્ષિણ-પશ્ર્ચિમ માનસૂન અંડમાન સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે. એટલે કે હવે માનસૂનની એન્ટ્રી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.ગરમીવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સલાહ છે કે બપોરે ૧૨ થી ૪ વાગ્યા દૃરમિયાન બહાર નીકળવાનું ટાળો, પૂરતું પાણી પીતા રહો અને બાળકો તથા વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો.
જ્યારે વરસાદૃી વિસ્તારોમાં રહેતા લોકો સતત હવામાન અપડેટ ચેક કરતા રહે અને નબળા મકાનો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખે.કુલ મળીને આગામી બે અઠવાડિયા દૃેશ માટે હવામાનની મોટા ફેરફાર જોવા મળશે.
ૈંસ્ડ્ઢ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહૃાું છે.
