સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! મમતાને વકીલ બનવું ભારે પડી શકે છે, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ

પશ્ર્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને ્સ્ઝ્ર સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદૃ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેમના પ્રેક્ટિિંસગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે તપાસ શરૂ કરી દૃીધી છે. મમતા બેનર્જીએ ૧૯૮૦ ના દૃાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જોકે, ત્યારબાદૃ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહૃાા અને સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. નિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદૃ અથવા જાહેર હોદ્દો સંભાળે છે, ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે. મમતા બેનર્જીની કોર્ટમાં હાજરીએ સવાલ ઉભો કર્યો છે કે શું તેઓ હાલમાં કાયદૃેસર રીતે વકીલાત કરવા માટે પાત્ર છે? બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે કડક વલણ અપનાવતા રાજ્ય બાર કાઉન્સિલને સવાલો કર્યા છે. શું ૨૦૧૧ થી ૨૦૨૬ સુધી મુખ્યમંત્રી રહેવા દૃરમિયાન મમતા બેનર્જીએ તેમની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણકારી કાઉન્સિલને આપી હતી? શું મુખ્યમંત્રી પદૃ છોડ્યા પછી તેમણે ફરીથી વકીલાત શરૂ કરવા માટે કોઈ સત્તાવાર અરજી કરી હતી? શું તેમની પાસે હાલમાં વકીલાત કરવા માટેનું માન્ય પ્રેક્ટિસ પ્રમાણપત્ર છે? બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પશ્ર્ચિમ બંગાળ બાર કાઉન્સિલને આગામી બે દિૃવસમાં મમતા બેનર્જીના નામાંકન રજિસ્ટર, સસ્પેન્શન અથવા બહાલીના રેકોર્ડ સહિતના તમામ દૃસ્તાવેજોની પ્રમાણિત નકલો મોકલવા સૂચના આપી છે.

રિલેટેડ ન્યૂઝ