પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારીઓ શરૂ

પુણેની લેબમાં તૈયાર થશે દૃેશી કૂિંકગ ગેસ

આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ભારતમાં જ ઉપલબ્ધ સંસાધનો જેવા કે કોલસો, બાયોમાસ અને મિથેનોલમાંથી સરળતાથી તૈયાર કરી શકાય છે

દૃેશમાં દૃરરોજ કરોડો ઘરોમાં રસોઈ બનાવવા માટે ન્ઁય્ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ, દૃેશની જનતા સુધી આ ગેસ સુચારૂ રૂપે પહોંચાડવા માટે ભારત મોટાપાયે વિદૃેશો પર નિર્ભર છે. આ દૃરમિયાન પુણેની ઝ્રજીૈંઇ-નેશનલ કેમિકલ લેબોરેટરીના વૈજ્ઞાનિકો એક એવી સ્વદૃેશી ટેક્નોલોજી પર કામ કરી રહૃાા છે, જે આગામી સમયમાં એલપીજીનો એક મોટો વિકલ્પ બની શકે છે. આ નવી ટેક્નોલોજીનું નામ છે ડાઇમેથાઇલ ઇથર. આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ભારતમાં જ ઉપલબ્ધ સંસાધનો જેવા કે કોલસો, બાયોમાસ અને મિથેનોલમાંથી સરળતાથી તૈયાર કરી શકાય છે. જો આ ટેક્નોલોજી મોટા સ્તર પર સફળ થશે, તો ભારતની વિદૃેશી એલપીજી પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડૉ. ટી. રાજાના જણાવ્યા અનુસાર, ડીએમઇ (ડ્ઢસ્ઈ) અને એલપીજીના ઉપયોગમાં ઘણી સમાનતા છે. તેને પ્રોપેન અને બ્યુટેન ગેસ સાથે સરળતાથી મિશ્ર કરી શકાય છે અને તેનો ઉપયોગ ઘરેલું ગેસ અથવા ઇન્ડસ્ટ્રિયલ યુઅલ (ઔદ્યોગિક બળતણ) તરીકે થઈ શકે છે. રાહતની વાત એ છે કે, શરૂઆતના તબક્કામાં ૨૦ ટકા ડીએમઇ અને ૮૦ ટકા એલપીજીના મિશ્રણનો ઉપયોગ કરવાની યોજના છે, જેના કારણે સામાન્ય લોકોને પોતાના વર્તમાન ગેસ ચૂલા કે સિલિન્ડર બદૃલવાની કોઈ જરૂર નહીં પડે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડીએમઇનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો મર્યાદિૃત નહીં રહે, પરંતુ એલપીજીથી ચાલતી ઓટો રિક્ષામાં પણ ઇંધણ તરીકે આનો ઉપયોગ કરી શકાશે. એટલે કે, આ નવી ટેક્નોલોજી ઘરેલું ગેસથી લઈને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધી મોટો સકારાત્મક બદૃલાવ લાવી શકે છે. આ સ્વદૃેશી ટેક્નોલોજી અપનાવવાથી ભારતને આશરે ૪.૦૪ અબજ ડૉલર એટલે કે અંદૃાજે ૩૪,૨૦૦ કરોડ રૂપિયાની ફોરેન કરન્સી બચાવવામાં મોટી મદૃદૃ મળી શકે છે. હાલના સમયમાં આ પગલું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહૃાું છે, કારણ કે પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વૈશ્ર્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના સપ્લાય અને િંકમતો પર સતત દૃબાણ વધી રહૃાું છે. ડીએમઇ બનાવવાની પ્રક્રિયા પણ એકદૃમ આધુનિક છે. આમાં કોલ ગેસિફિકેશન ટેક્નોલોજી દ્વારા પહેલા કોલસાને સિન્થેટિક ગેસમાં બદૃલવામાં આવે છે અને ત્યારબાદૃ તેમાંથી ડીએમઇ તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોના મતે, ડીએમઇ જ્યારે સળગે છે ત્યારે પરંપરાગત હાઇડ્રોકાર્બન ઇંધણની તુલનામાં ખૂબ જ ઓછું પ્રદૃૂષણ ફેલાવે છે, તેથી જ તેને એક શ્રેષ્ઠ ક્લીન યુઅલ (સ્વચ્છ ઇંધણ) તરીકે જોવામાં આવી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ