એકતરફ દૃેશના અનેક ભાગો અસહૃા ગરમીનો સામનો કરી રહૃાા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ચોમાસા અને હિટવેવને લઈને મહત્ત્વની આગાહી કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું આવતા અઠવાડિયે કેરળમાં દૃસ્તક દૃેવાનું છે. પરંતુ આ વખતે ચોમાસાની ગતી ઘણી ધીમી રહેવાની છે, જેના કારણે સમગ્ર દૃેશને કવર કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. આ ઉપરાંત આગામી ૭ દિૃવસ માટે ૧૦ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.
સામાન્ય રીતે ચોમાસું ૧ જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું એટલે કે ૨૬ મે-૨૦૨૬ સુધીમાં કેરળના દૃરિયાકાંઠે ટકરાવાનું હોવાથી ૨૨થી ૨૬ મે વચ્ચે એન્ટ્રી કરી શકે છે. આ આગાહમી ચાર દિૃવસ આગળ-પાછળ હોઈ શકે છે. ૨૦૨૫માં ચોમાસું ૨૪ મેએ કેરળ પહોંચ્યું હતું. અત્યારે ચોમાસું આંદૃામાન-નિકોબાર દ્વીપસમૂહ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોને પાર કરી ચૂક્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વખતે ચોમાસાનું આગમન ભલે વહેલું હોય, પરંતુ તેની શરૂઆત બહુ મજબૂત અને વ્યવસ્થિત દૃેખાઈ રહી નથી.
આ વખતે ચોમાસું સમગ્ર દૃેશને કવર કરવામાં સામાન્ય કરતાં ક્યાંય વધુ વિલંબ કરી શકે છે. ખરેખર તો, સામાન્ય રીતે ચોમાસું ૩૫થી ૩૮ દિૃવસમાં સમગ્ર ભારતને કવર કરી લે છે, પરંતુ આ વખતે તેની ગતિ ધીમી રહેવાની આશંકા વધુ છે. જૂનથી સપ્ટેમ્બર દૃરમિયાન ૭થી ૧૪ દિૃવસ સુધી ચોમાસુ અટકી શકે છે, જેની સીધી અસર ખરીફ પાકની વાવણી પર પડશે.
