નવી દિલ્હી: પાંચ રાજયોની ધારાસભા ચુંટણીમાં પ.બંગાળમાં પ્રચંડ વિજય આસામમાં સતા જાળવી અપેક્ષિત પરિણામો મેળવનાર ભાજપે હવે પક્ષના સંગઠનમાં રાજયોના એકમોના પુન:ગઠનની પ્રક્રિયા હાથ ધરી છે અને પંજાબ-હરિયાણા-દિલ્હી તથા ત્રિપુરામાં નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત કર્યા છે. ખાસ કરીને પંજાબમાં ભાજપે હવે થીમ ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડની જેમ નવા પ્રદેશ પ્રમુખ તથા પુર્વ ધારાસભ્ય કવલસિંહ ધિલ્લોન પણ કોંગ્રેસ કુળના છે. તેઓ 2023માં રાજયના પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહની સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ 2007 થી 2017 કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુકયા છે. આમ ભાજપને પંજાબમાં કેડર તૈયાર કરવા મૂળ કોંગ્રેસીઓ પર જ આધાર રાખવો પડી રહ્યો છે.
પક્ષે દિલ્હીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને પસંદ કર્યા છે તેમાં વિરેન્દ્રકુમાર સકલેચાનું સ્થાન લેશે. શ્રી મલ્હોત્રા પુર્વ દિલ્હીના લોકસભાના સાંસદ છે તથા કેન્દ્રમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં રાજયકક્ષાના મંત્રી છે જે પદ છોડશે જેના કારણે કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ એક વધુ સ્થાન ખાલી પડશે. પક્ષે હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ડો. અર્ચના ગુપ્તાને પસંદ કર્યા છે. અહી 43 વર્ષ પછી ફરી મહિલા પ્રદેશ પ્રમુખ આવ્યા છે. તેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદમાંથી આવે છે. જયારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે ધારાસભા અભિષેક દેવરોયની પસંદગી થઈ છે. આ સાથે ભાજપે હવે પંજાબ સિવાય બીજી કેડરને રાજય એકમનું નેતૃત્વ સોપ્યુ છે. પંજાબમાં ભાજપને ફરી કોંગ્રેસ કુળના 75 વર્ષના નેતાને પ્રદેશ પ્રમુખ આપવું પડયું છે.
