ઉર્દૃૂ શાયરીની દૃુનિયાના સરતાજ ડૉ. બશીર બદ્રનું ૯૧ વર્ષની વયે ભોપાલમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ડિમેન્શિયા (યાદૃશક્તિ ગુમાવવાની બીમારી)થી પીડાતા હતા. ગુરુવારે બપોરે તેમણે અંતિમ શ્ર્વાસ લેતા જ સાહિત્ય જગત અને તેમના ચાહકોમાં શોકની લહેર દૃોડી ગઈ છે.
બશીર બદ્રનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૩૫ના રોજ ઉત્તર પ્રદૃેશના અયોધ્યામાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદૃવી મેળવી અને ત્યાં ઉર્દૃૂ વિભાગમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદૃાન બદૃલ તેમને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.
બશીર બદ્રની શાયરીની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તેમણે અઘરા શબ્દૃોને બદૃલે સામાન્ય બોલચાલની ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે પ્રેમ, વિરહ, સંબંધો અને આશા જેવા િંજદૃગીના તમામ રંગોને ખૂબ જ સાદૃગીથી કાગળ પર ઉતાર્યા, જેથી તેમની ગઝલો માત્ર સાહિત્યના જાણકારો સુધી સીમિત ન રહેતા સામાન્ય લોકોના દિૃલ સુધી પહોંચી.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આવી ઉત લેખન અને કાવ્ય પ્રતિભા માત્ર અભ્યાસથી નથી આવતી. જ્યારે જન્મકુંડળીમાં વાણી, બુદ્ધિ, કલ્પનાશક્તિ અને લાગણીઓનો યોગ્ય સમન્વય કરાવતા ખાસ ગ્રહયોગો બને છે, ત્યારે જ વ્યક્તિની અંદૃર આવા મહાન શાયર કે કવિનો જન્મ થાય છે. આજે બશીર બદ્ર ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની રચનાઓ હંમેશાં જીવંત રહેશે.
