ચોમાસાની ગતિ ઝડપી બની ૪૮ કલાકમાં કોંકણ પહોંચી જશે

દેશના મોટાભાગના ક્ષેત્રોમાં આંધી-ગાજવીજની ચેતવણી

૧૦ જાુન સુધીમાં મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને આવરી લે તેવી શક્યતા

ભારતમાં નૈઋત્ય ચોમાસાનુ વિધિવત આગમન થઈ જવા સાથે ઘણુ ઝડપભેર આગળ વધવા લાગ્યુ છે. વર્તમાન ગતિ યથાવત રહેવાના સંજોગોમાં આવતા 48 કલાકમાં કોંકણ તથા 10 જૂન સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રને કવર કરી લ્યે તેવી સંભાવના છે. હવામાન વિભાગે દેશના મોટાભાગના ક્ષેત્રોમાં તોફાની વરસાદ-આંધી-વિજળીના કડાકા ભડાકા સાથે અસ્થિર વાતાવરણની આગાહી કરી છે.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે કેરળમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ ભારે વરસાદ છે. અનેક જીલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુ છે. બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ સાથતે વિજળીના કડાકા ભડાકા તેજ પવન ફુંકાવાની સંભાવના છે. ચોમાસુ આગળ વધવા માટેના સંજોગો સાનુકુળ છે. આવતા બે-ત્રણ દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, બંગાળની ખાડી તથા પુર્વોતર ભાગોને કવર કરી શકે છે.
હવામાન નિષ્ણાંતોએ એમ કહ્યું કે ચોમાસાની આગળ વધવાની ગતિ ઝડપી છે. 48 કલાકમાં જ ગોવા, તટીય કર્ણાટક તથા કોંકણમાં પ્રવેશી જશે. ગતિ જળવાયેલી રહેવાના સંજોગોમાં 10મી જૂન સુધીમાં મહારાષ્ટ્રના મોટાભાગના ક્ષેત્રોને કવર કરી લેશે. બીજો છેડો પુર્વોતર રાજયોમાં આગળ ધપીને પુર્વના રાજયોને પણ કવર કરી લેશે. મહારાષ્ટ્રના તટીય ભાગો માટે આવતા દિવસો મહત્વના બનશે.

રિલેટેડ ન્યૂઝ