મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું

કર્ણાટક મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી બાદૃ કોંગ્રેસ સરકારની અંદૃરનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી ગયો છે. વરિષ્ઠ નેતા રામિંલગા રેડ્ડીએ શુક્રવારે મંત્રી પદૃ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દૃીધી છે. તેમણે જણાવ્યું કે તેમને જે વિભાગનું વચન આપવામાં આવ્યું હતું તે મળ્યું નથી, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે.
રામિંલગા રેડ્ડીએ જોકે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું આ પગલું પક્ષ વિરોધી નથી. તેમણે કહૃાું કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પોતાની જવાબદૃારીઓ નિભાવતા રહેશે.વિભાગોની ફાળવણીના એક દિૃવસ બાદૃ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રામિંલગા રેડ્ડીએ કહૃાું કે તેઓ કોઈ વ્યક્તિથી નારાજ નથી, પરંતુ તેમણે પોતાના આત્મસન્માન માટે આ નિર્ણય લેવો પડ્યો છે. તેમણે જણાવ્યું કે તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના અગ્ર સચિવને એક સહયોગીના માધ્યમથી મોકલી આપ્યું છે.
રામિંલગા રેડ્ડીએ દૃાવો કર્યો હતો કે જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે તેમને બેંગલુરુ અર્બન ડેવલપમેન્ટ વિભાગ આપવાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. તેમણે કહૃાું, તે સમયે મેં સ્પષ્ટ કહૃાું હતું કે મને મંત્રી પદૃ જોઈતું નથી. પરંતુ પાછળથી ડી.કે. શિવકુમાર મારા ઘરે આવ્યા હતા અને તેમણે કહૃાું હતું કે જ્યારે તેમને મુખ્યમંત્રી બનવાની તક મળશે, ત્યારે બેંગલુરુ ડેવલપમેન્ટ વિભાગ મને આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ