વર્ષ 2014માં બંધ થવાના આરે પહોંચેલી…
દેશની એકતા માટે બલિદાન આપનાર ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને કેન્દ્રીય ગૃહમંત્રીએ શ્રધ્ધાંજલિ આપી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગઅઋઊઉ)ના ઈ-ઑક્શન પોર્ટલ ગઅઋઊડ.શક્ષનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સહકાર રાજ્ય કૃષ્ણ પાલ ગુર્જર, સહકાર મંત્રાલયના સચિવ ડો. આશિષ કુમાર ભુતાની, નાફેડના અધ્યક્ષ જેઠાભાઈ આહીર અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અમિત શાહે દેશની એકતા માટે બલિદાન આપનાર ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નાફેડ (ગઅઋઊઉ) દ્વારા આજે ચાર મોટી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં ગઅઋઊડ.શક્ષ, દ્રષ્ટિ (ઉછઈંજઇંઝઈં), ઈઆરપી (ઊછઙ) અને નાફેડ કલ્યાણ (ગઅઋઊઉ ઊંફહુફક્ષ)નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ગઅઋઊડ.શક્ષ અને અન્ય પહેલો અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે વર્ષ 2014માં નાફેડ બંધ થવાના આરે હતું, પરંતુ આ પ્રયાસોને કારણે આજે નાફેડ રૂા.30,000 કરોડના ટર્નઓવર અને રૂા.500 કરોડના નફા સાથે દેશના 74 લાખથી વધુ ખેડૂતોની સેવા કરી રહ્યું છે. શાહે જણાવ્યું હતું કે જ્યારે ગઅઋઊઉ ભારે નાણાકીય કટોકટીમાં હતું, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તેને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચલાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારે નાણાકીય સહાય પૂરી પાડી અને નાફેડને ફરી એકવાર મજબૂત પાયા પર લાવી દીધું.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે નાફેડે ઉત્પાદન અને ખરીદી બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. દેશને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે, ગઈઈઋ અને ગઅઋઊઉએ કઠોળના એક-એક દાણાની સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વધુ ઝડપથી આગળ વધવું પડશે. આનાથી ખેડૂતોને વાજબી અને લાભદાયી ભાવો મળવાની ખાતરી થશે, કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર આપોઆપ વધશે અને દેશ કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.
કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કઠોળ, મકાઈ અને અન્ય પેદાશોની સીધી ખરીદી માટે જરૂરી માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવ્યું છે. હવે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવાનું છે. શ્રી શાહે કહ્યું કે નાફેડ અને એનસીસીએફ (ગઈઈઋ)એ સંપૂર્ણ સંકલ્પ અને પારદર્શિતા સાથે કામ કરવું પડશે, તો જ પરિણામો પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આગામી બે વર્ષમાં તમામ ખેડૂતો આ બંને સંસ્થાઓને સીધા જ કઠોળ વેચી શકશે અને તેમની ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં મેળવી શકશે.
