ED દ્વારા તાડબતોડ દૃરોડાની કાર્યવાહી
આ કાર્યવાહી મની લોન્ડિંરગ નેટવર્ક અને તેના દ્વારા થયેલી કમાણીના રોકાણને લઈને કરવામાં આવી છે
દૃેશના સૌથી મોટા ડ્રગ્સ કેસોમાંથી એક ગુજરાતના મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ઈડ્ઢએ બુધવારે દિૃલ્હીમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડ્ઢની ટીમોએ દિૃલ્હીમાં પાંચ અલગ-અલગ સ્થળો પર તાબડતોડ દૃરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લગભગ ૨૧,૦૦૦ કરોડની િંકમતના ૩,૦૦૦ કિલો ડ્રગ્સની તસ્કરી સાથે જોડાયેલા મની લોન્ડિંરગ નેટવર્ક અને તેના દ્વારા થયેલી કમાણીના રોકાણને લઈને કરવામાં આવી છે.
તપાસ એજન્સીઓને આ કેસમાં કેટલીક અત્યંત ચોંકાવનારી માહિતી મળી હતી, જેના આધારે આ એક્શન લેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડ્રગ્સની તસ્કરી દ્વારા કમાયેલા કાળા નાણાંને ક્યાં-ક્યાં વ્હાઈટ કરવામાં આવ્યા તેની ઇડી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય તપાસ એજન્સીને પૂરી શંકા છે કે ડ્રગ્સના આ ગેરકાયદૃે ધંધામાંથી થયેલી મોટી કમાણીને દિૃલ્હીના નામાંકિત નાઈટ ક્લબોમાં ઈનવેસ્ટ કરવામાં આવી હતી.
ઈડ્ઢના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે પાડવામાં આવેલા આ દૃરોડાનો મુખ્ય ફોકસ આ કેસ સાથે જોડાયેલા બે મોટા પાત્રો પર રહૃાો હતો. ઈડ્ઢએ હરપ્રીત િંસહ તલવાર, શમ્સુદ્દીન અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા પરિસરો પર દૃરોડા પાડ્યા છે. તમને જણાવી દૃઈએ કે, આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) દ્વારા આરોપી હરપ્રીત િંસહ તલવારની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ જામીન પર બહાર આવ્યો હતો.
આ સમગ્ર મામલો ભારતીય ઈતિહાસમાં ડ્રગ્સના સૌથી મોટા જથ્થાની જપ્તી સાથે જોડાયેલો છે. ગુજરાતના મુંદ્રા પોર્ટ પર તપાસ એજન્સીઓએ એક મોટા ઓપરેશન હેઠળ અંદૃાજે ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સના આ વિશાળ જથ્થાની િંકમત લગભગ ૨૧,૦૦૦ કરોડ આંકવામાં આવી હતી. દ્ગૈંછની સાથે-સાથે ઈડ્ઢ પણ મની લોન્ડિંરગના એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.
કોંગ્રેસે ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી દૃરમિયાન આ મુદ્દાને લઈને ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદૃી પર આકરા પ્રહારો કર્યા હતા. મુંદ્રા પોર્ટ અને ગુજરાતના અન્ય બંદૃરો પરથી સતત મળી રહેલા ડ્રગ્સના મોટા જથ્થા અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદૃીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહૃાું હતું કે, ગુજરાતમાં વ્યાપાર કરવાની સરળતાને બદૃલે ઈઝ ઓફ ડુઈંગ ડ્રગ બિઝનેસ ચાલી રહૃાું છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહૃાું હતું કે, ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ત્રણ વારમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું. કાયદૃો અને વ્યવસ્થાના આ રીતે લીરેલીરા ઉડવા છતાં વડાપ્રધાન આખરે ક્યાં સુધી ચૂપ રહેશે?
