આ પહેલનો હેતુ ભવિષ્ય માટે ઊર્જાક્ષેત્રના કુશળ વ્યાવસાયિકો તૈયાર કરવાનો અને ભારતના ડિજિટલ વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો છે
ભારતની અગ્રણી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફાસ્ટ્રક્ચરે ભારતના વીજ વિતરણ ક્ષેત્રમાં આગામી વર્ષોમાં થનારી અંદાજિત ઞજઉ 30 બિલિયનની વૃદ્ધિને ટેકો આપવા માટે જરૂરી કુશળ માનવબળ તૈયાર કરવાની પોતાની પ્રતિબદ્ધતા અંતર્ગત ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સ્માર્ટ મીટરિંગ તાલીમ માટે તેના પાંચમા સેન્ટર ઑફ એકસેલન્સ (ઈજ્ઞઊ)નું ઉદ્ઘાટન કર્યું છે.
ઇન્ટેલીસ્માર્ટે તેનું પ્રથમ ઈજ્ઞઊ ઉત્તર પ્રદેશના દાદરી ખાતે 5 જૂન 2025ના રોજ શરૂ કર્યું હતું. અને અત્યાર સુધીમાં તેના વિવિધ સેન્ટર ઑફ એક્સેલન્સ મારફતે કુલ 1,630 વ્યક્તિઓને તાલીમ આપી છે. ત્યારબાદ કંપનીએ મેરઠ અને બરેલી ખાતે બીજા અને ત્રીજા ઈઘઊ શરૂ કર્યા હતા. ગુજરાતમાં કંપનીનું પ્રથમ ઈજ્ઞઊ સુરત જિલ્લાના પાલસાણા ખાતે 10 જુલાઈ 2026ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે નડિયાદ ખાતે શરૂ કરાયેલું આ ઈઘઊ ગુજરાતનું બીજું અને દેશભરમાં કંપનીનું પાંચમું સેન્ટર ઑફ એક્સેલન્સ છે.
સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન આર.જી. નગરીયા ચીફ એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (ખૠટઈક) દ્વારા કરવામાં આવ્યું. ભારતના ઝડપથી વિકસતા વીજ વિતરણ ક્ષેત્ર માટે કુશળ કાર્યબળ તૈયાર કરવાની દિશામાં ઇન્ટેલીસ્માર્ટના પ્રયત્નોમાં આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ પ્રસંગે એમજીવીસીએલના એડિશનલ ચીફ એન્જીનિયર ડી.વી. પટેલ, એસઈ આણંદ કેતન એમ શાહ, એસ.પી. સાગર (ઈઈ એન્ડ એસઈ ડેપ્યુટેડ નડિયાદ), પ્રોજેક્ટ ડિરેક્ટર ઇન્ટેલીસ્માર્ટ આશિષ વાસ્તવ, સીનિયર ડીજીએમ ઙઊજક રોનેલ સિંહ પણ હાજર રહ્યા હતા.
