ચાર રાજયોમાં ફાસ્ટટ્રેક કોર્ટ: તમામ કેન્દ્રીય ભરતી પરિક્ષા પણ આવરી લેવાશે

નવી દિલ્હી: પેપર લીકની તપાસ માટે ફાસ્ટટ્રેક કોર્ટ રચવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતના કલાકોમાં જ તે માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને હાલ નીટ પરીક્ષા લીક થયા છે તે ચાર રાજયોમાં ફાસ્ટટ્રેક કોર્ટ રચવા કેન્દ્ર સરકાર જે તે રાજયના હાઈકોર્ટને પત્ર લખીને આ ફાસ્ટટ્રેક કોર્ટ નકલ વિરોધી (પેપર લીક) કાનૂન 2024 હેઠળ કામ કરશે તથા તે કોર્ટ તમામ મોટી પરીક્ષા રેલવે- સરકારી ભરતી- પરીક્ષા બેન્કીંગ વિ. જાહેર સેવાની પરીક્ષા તથા કેન્દ્ર સરકાર જે પરિક્ષાને આ ધારા હેઠળ આવરી લે તેને લાગુ પડશે. જેમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સીની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે. હાલ આ ફાસ્ટટ્રેક કોર્ટ ઔરંગાબાદ, નાગપુર, જબલપુર અને કોલકતામાં બનશે તેવા સંકેત છે.
જે અંગે વિધિવત જાહેરનામુ બહાર પડશે. જે માટે બોમ્બે, કોલકતા, દિલ્હી અને મધ્યપ્રદેશ હાઈકોર્ટ ચીફ જસ્ટીસને પત્ર લખાશે. દિલ્હી હાઈકોર્ટને સીબીઆઈ તપાસ માટે સામેલ કરાઈ છે તથા એક વખત કોર્ટની રચના સાથે જ તેના હાલના કેસ ટ્રાન્સફર કરી દેવાશે તથા રોજ-બરોજના ધોરણે સુનાવણી થશે.

રિલેટેડ ન્યૂઝ