મુંબઈ: દેશના ટોચના ઉદ્યોગગૃહની હોલ્ડીંગ કંપની ટાટા સન્સને હવે નોન બેન્કીંગ ક્રેડીટ કંપનીનો દરજજો નહી મળે તે નિશ્ર્ચિત થતા તથા ટાટા સન્સને હોલ્ડીંગ ઘટાડવા માટે આઈપીઓ લાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આપેલા આદેશ સામે ટાટા સન્સ મુંબઈ હાઈકોર્ટમાં જાય તેવી ધારણાએ હાઈકોર્ટમાં કેવીએટ દાખલ કરી છે અને તેની ટાટા સન્સની અરજી પર કોઈ આદેશ આપે તે પુર્વે હાઈકોર્ટે રિઝર્વ બેન્કને સાંભળવા પડશે. ટાટા ગ્રુપને તેનું નોન બેન્કીંગ ક્રેડીટ કંપનીનું લાયસન્સ સરન્ડર કરી પબ્લીક લીમીટેડ કંપની બનવું પડશે અને તે માટે કંપનીએ સેબીના નિયમ મુજબ તેના શેર પબ્લીકને મળે તે જોવા માટે આઈપીઓ લાવવો પડશે.
ટાટા સન્સએ ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અને એર ઈન્ડીયામાં હોલ્ડીંગ કંપની છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ જો નોન બેન્કીંગ લેન્ડર (ધિરાણ આપનાર)ની એસેટસ રૂા.1 લાખ કરોડથી વધી જાય તો તેણે પબ્લીક લિમીટેડ કંપની બનવું પડે છે. માર્ચ 2025ના ટાટા સન્સનું હોલ્ડીંગ રૂા.1.75 લાખ કરોડનું થઈ ગયું છે.
