તામિલનાડુ માટે ઐતિહાસિક દિૃવસ, યુવાનોન્ો રોજગાર વધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રવિવારે ચેન્નાઈની મુલાકાત દૃરમિયાન ચેન્નાઈ મેટ્રો ફેઝ-૨નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્ો વડાપ્રધાન મોદૃી તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસ્ોફ વિજય સાથે ચેન્નાઈ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા શ્યમાન થાય છે.
દૃક્ષિણ ભારતના મહત્વપૂર્ણ રાજ્ય તમિલનાડુના ચેન્નાઈ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રાજ્યના વિકાસને નવી ગતિ આપતા ૧૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રભાવશાળી વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રાર્પણ કર્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય પણ વિશેષરૂપે ઉપસ્થિત રહૃાા હતા. આ અવસરે વડાપ્રધાને આ દિૃવસને તમિલનાડુના ઇતિહાસમાં એક અત્યંત ઐતિહાસિક દિૃવસ ગણાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ જણાવ્યું કે આજથી પવિત્ર નવરાત્રિ પર્વનો શુભારંભ થઈ રહૃાો છે. તમિલનાડુને ’શિવ અને શક્તિ’ની પાવન ભૂમિ ગણાવતા તેમણે ખુશી વ્યક્ત કરી કે આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેમને પ્રસિદ્ધ જલકંડેશ્ર્વર મંદિૃરમાં ભગવાન શિવના આશીર્વાદૃ પ્રાપ્ત કરવાનો ઉત લહાવો મળ્યો હતો. આ પવિત્ર ભૂમિ પરથી તેમણે દૃેશવાસીઓને નવરાત્રિના પર્વ નિમિત્તે હાર્દિૃક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં અનેક પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે કેટલાક નવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોજેક્ટ્સ તમિલનાડુની જનતાના દૃૈનિક પ્રવાસને વધુ સરળ, સુગમ અને સુરક્ષિત બનાવશે. આ સાથે જ આ યોજનાઓ રાજ્યમાં ઉદ્યોગ, વ્યાપાર અને માળખાકીય સુવિધાઓને મજબૂત પાયો પૂરો પાડશે. પીએમ મોદૃીએ ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વિકાસ કાર્યો રાજ્યના યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકોનું સર્જન કરશે. તેમણે તમિલનાડુમાં થઈ રહેલા સર્વાંગી વિકાસને પરિવહન, આધુનિક ઉદ્યોગ, વેપાર અને યુવા રોજગાર સાથે સીધો જોડ્યો હતો. સરકારના આ પગલાંથી રાજ્યના આર્થિક વિકાસને અભૂતપૂર્વ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
