જીબુટી તા.૧૧
આફ્રિકન દૃેશ જીબુટીમાં એક મોટી બોટ દૃુર્ઘટના બની છે, જેમાં ૧૫ બાળકો સહિત ૧૦૯ સ્થળાંતરીઓના મોત થયા
છે.
જીબુટીથી યમન જઈ રહેલી લગભગ ૩૫૦ લોકોને લઈ જતી બોટ પલટી જતાં ૧૫ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦૯ સ્થળાંતર કરનારાઓના મોત થયા છે અને ૧૧૬ થી વધુ લોકો ગુમ થયા છે, એમ રોઇટર્સે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન ને ટાંકીને જણાવ્યું હતું.
બચી ગયેલા લોકોના જણાવ્યા મુજબ, ૮-૯ ઓક્ટોબરની રાત્રે બંદૃર શહેર ઓબોકની ઉત્તરે ગુહેરે નજીક હોડી પલટી ગઈ હતી.
ર્ૈંંસ્ એ જણાવ્યું હતું કે અકસ્માતમાં ૮૦ થી વધુ લોકો બચી ગયા હતા અને તે બધા ઇથોપિયન નાગરિકો હતા. આ તાજેતરની ઘટના વિશ્ર્વના સૌથી વ્યસ્ત સ્થળાંતર માર્ગોમાંથી એક પર બની હતી, જેનો ઉપયોગ ગલ્ફ ક્ષેત્રમાં કામ અને સારી તકો મેળવવા માટે હજારો લોકો કરે છે.
