રિયાદૃ એરપોર્ટ પર હુતીઓનો સૌથી મોટો હુમલો:૧૨ના મોત

હુમલામાં ૩૦૦ થી વધુ ઘાયલ થયા

મક્કા-મદૃીના સિવાય સાઉદૃીના તમામ એરપોર્ટ પર હુમલા થશે

ફરી એક વખત હુથી વિદ્રોહીઓએ સાઉદૃી અરબના રિયાદૃના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું છે. િંકગ ખાલીદૃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે હુથીઓ એ સૌથી મોટો હુમલો કર્યો. એરપોર્ટ પર આ ત્રીજો હુમલો છે. આ વખતના હુમલામાં ૧૨ લોકોના મોત થયા હોવાનું અને ૩૦૦ થી વધુ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ હુમલા પછી રિયાદૃના એરપોર્ટ નું સંચાલન અસ્થાયી રીતે બંધ કરી દૃેવામાં આવ્યું છે.
ઈરાન સમર્થિત હુથીઓ વિદ્રોહીઓએ સાઉદૃી અરબની રાજધાની રિયાદૃને ટાર્ગેટ કરી રહૃાા છે. આ પહેલા પણ હુથીઓ દ્વારા એરપોર્ટ પર બે વખત હુમલા કરવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે એરપોર્ટ પર સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો. રિયાદૃ એરપોર્ટ પર થયેલા હુમલામાં અલગ અલગ દૃેશોના નાગરિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે થયેલા હુમલામાં ટર્મિનલ ત્રણ પાસે અચાનક જ ધમાકાના અવાજ સંભળાયા હતા. આ ઘટના ના વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે જેમાં ટર્મિનલની અંદૃર વેરવિખેર કાટમાળ જોવા મળે છે.
સાઉદૃી અરબ ના રિયાદૃ એરપોર્ટ પર થયેલા આ હુમલા પછી એરપોર્ટનું સંચાલન બંધ કરી દૃેવામાં આવ્યું છે. આ મામલે સુરક્ષા સુનિશ્ર્ચિત ન થાય ત્યાં સુધી તમામ લાઈટ કેન્સલ કરી દૃેવામાં આવી છે.
રિયાદૃ એરપોર્ટ પર થયેલા હુમલા અંગે શુક્રવારે એક નિવેદૃન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારના દિૃવસે એરપોર્ટ પર બે હુમલા થયા હતા.આ હુમલામાં ૩ સાઉદૃી નાગરિકોના મોત થયા હતા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. ત્યાર પછી શનિવારે ફરીથી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું આ વખતે નુકસાન પણ વધારે થયું અને જાનહાની પણ વધી ગઈ. સાથે જ ઘાયલોની સંખ્યામાં પણ વધારો થઈ ગયો..
શનિવારે રિયાદૃ એરપોર્ટ પર થયેલા હુમલામાં ૪ સાઉદૃી નાગરિકો, ૨ બાંગ્લાદૃેશના નાગરિક અને અમેરિકા, જોર્ડન, ફલીસ્તીન, સિરીયા અને મિશ્રના એક એક નાગરિકોનું મોત થયું છે.
શનિવારે થયેલી ઘટના પછી અમેરિકા દૃુત્તાવાસે ચેતવણી જાહેર કરી છે અને સાઉદૃી અરબમાં હોય તેવા અમેરિકી નાગરિકોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તે વિસ્તારથી દૃૂર રહેવાની અપીલ કરી છે. સાથે જ અમેરિકી નાગરિકોને એરલાઇન અને એરપોર્ટની ડાયરેક્ટ લાઈટની સ્થિતિ તપાસવા સલાહ આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે સાઉદૃી અરબમાં અમેરિકી કર્મચારીઓએ પણ એરપોર્ટ નો ઉપયોગ કરતા પહેલા વિશેષ અનુમતિ લેવી.

રિલેટેડ ન્યૂઝ