કોલકત્તામાં ચોરબાગાન દૃુર્ગાપૂજા ઉત્સવની ઉજવણી દૃરમિયાન શનિવારે મોડી સાંજે થયેલી ભાગદૃોડમાં ૧૯ લોકોના મોત થયા હતા ત્ોમજ અન્ોક લોકો ઘાયલ થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કોલકત્તામાં મુખ્યમંત્રી શુભેન્દૃુ અધિકારી સાથે એપોલો હોસ્પિટલની મુલાકાત લઇને ઇજાગ્રસ્તો લોકોન્ો મળીન્ો ખબર અંતર પ્ાૂછી રહૃાા છે.
ઉત્તર પ્રદૃેશના બલરામપુર જિલ્લામાં એક અત્યંત દૃર્દૃનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. જિલ્લાના દૃેહાત ક્ષેત્રના ચરણગહિયા-બેલહા ગામમાં શનિવારે રાત્રે દૃૂર્ગા મંદિૃરની બહાર વીડિયો જોઈ રહેલા ગ્રામીણો પર એક બેકાબૂ કાર ચઢી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ૩ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દૃુર્ઘટના રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ બની હતી. દૃૂર્ગા મંદિૃર ખાતે આરતી પૂરી થયા બાદૃ કેટલાક ગ્રામીણો રસ્તાની બાજુમાં પડદૃો (ટેન્ટ) લગાવીને મોબાઈલ કે અન્ય માધ્યમથી વીડિયો જોઈ રહૃાા હતા. તે જ સમયે ગૌરા ચોરાહા તરફ જતી એક અનિયંત્રિત કાર ટેન્ટનો ભાગ તોડીને ત્યાં બેઠેલા લોકો પર ચઢી ગઈ હતી.અચાનક બનેલી આ ઘટનાથી આખી જગ્યાએ ચીખ-પૂકાર મચી ગઈ હતી.
સ્થાનિક ગ્રામીણોએ તુરંત જ દૃોડી આવીને ઈજાગ્રસ્તોને મદૃદૃ પહોંચાડી હતી અને પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતમાં પાટેશ્ર્વરી પ્રસાદૃ ઉર્ફે મહેતા પ્રસાદૃ (ઉં.વ. ૪૨), મનોજ િંસહ (ઉં.વ. ૫૧) અને ગણેશ પાંડે (ઉં.વ. ૪૫) નામના ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત થયા છે. આ દૃુર્ઘટનામાં છેદૃીરામ (ઉં.વ. ૫૦), ઘોપરામ (ઉં.વ. ૩૧), ડબ્લુ (ઉં.વ. ૩૭) અને મુકેશ તિવારી (ઉં.વ. ૩૦) ગંભીર રીતે ઘાયલ થયા છે.
