WTCની ફાઈનલ જોવા ખર્ચવા પડશે રૂા.2 લાખ

(પ્રતિનિધિ) નવીદિલ્હી તા.28
ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 18 થી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના સાઉથમ્પટન મેદાનમાં રમાશે.
ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ જવા રવાના થશે. જયારે, ન્યુઝીલેન્ડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલને લઈને દર્શકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને ટિકિટોની માંગ પણ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ એક મતપત્ર પ્રક્રિયાના માધ્યમથી ઉપલબ્ધ ટિકિટો જાહેર કરી છે જે 13મે ના રોજ બંધ થઇ ચુકી છે. આ પ્રક્રિયાથી કેટલાંક ભાગ્યશાળી દર્શકોને જ ટિકિટ મળી શકશે.
મેચના બાકીની ટિકિટ આઈસીસીના અધિકારીક ટ્રાવેલ એજન્ટ દ્વારા વેચવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, ડબલ્યુટીસી ફાઇનલ મેચનો એટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે ફેન્સ 2 લાખ રૂપિયામાં પણ ટિકિટ ખરીદી રહ્યા છે. આઈસીસી તરફથી નિયુક્ત કરવામાં આવેલ સત્તાવાર ટિકિટ એજન્ટ કંપની મુજબ દરેક કેટેગરીમાં બુકિંગની સારી માંગ જોવા મળી રહી છે, જણાવી દઈએ કે સાઉથમ્પટનના મેદાન પર માત્ર ચાર હજાર દર્શકોને જ આવવાનું અનુમતિ મળી છે. બીજી તરફ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 જૂનથી એજબેસ્ટન માં થનાર બીજા ટેસ્ટ માટે 18 હજાર ફેન્સની અનુમતિ મળી ગઈ છે.
દરમ્યાન, આઈસીસી ‘પ્લેઈંગ કન્ડિશન’ને આખરી રૂપ આપવાની તૈયારીઓમાં લાગી ગયું છે. 1 જૂને આઈસીસીની બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે.
સાઉથમ્પટનમાં રમાનાર ડબલ્યુટીસી ફાઇનલ મેચમાં ડ્રો અથવા ટાઈ તહવાની સ્થિતિમાં શું થશે? જો મેચ વરસાદને કારણે રદ્દ થાય છે તો શું થશે? આઈસીસીએ હજુ સુધી આ બધી વાતોનો ખુલાસો નથી કર્યો.
ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ ઈંગ્લીશ ટીમ સાથે પાંચ ટેસ્ટની સિરીઝ પણ રમવાની છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર વિરાટ કોહલીની આગેવાની વળી 20 સભ્યોની ભારતીય ટીમ ઇંગ્લેન્ડ જશે. હાલ ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈમાં કોરન્ટાઇન છે.

રિલેટેડ ન્યૂઝ