રાજકોટ જીલ્લા ભાજપના મંત્રી મનોજ રાઠોડને ઉપપ્રમુખ બનાવાયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકમા, સંગઠન મહામંત્રી રત્નાકર, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાએ ચર્ચા વિમર્શ કરી જીલ્લા ભાજપના હોદેદારની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. અગાઉ મનોજભાઈ રાઠોડએ તાલુકા ભાજપ ઉપપ્રમુખ, તાલુકા ભાજપ મંત્રી, જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના ગુજરાતના સૌથી નાની વયના લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા અનુ.જાતી મોરચાના પ્રમુખ, રાજકોટ જીલ્લા ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સહિત જીલ્લા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મો.9824251663 પર શુભેચ્છાઓ પાઠવી છે.

રિલેટેડ ન્યૂઝ