ધોરાજીમાં શાળા નં.11માં લઘુમતીના વિદ્યાર્થીઓએ કરાવ્યા કોમી એકતાના દર્શન

દેશભકિતનો કાર્યક્રમ યોજાયો: યુનિયન સ્પોર્ટ કલબ દ્વારા શૈક્ષણીક કીટ વિતરણ

ધોરાજીના ઉપલેટા રોડ ખાતે આવેલ યુનિયન સ્પોર્ટ કલબ દ્વારા દર વર્ષે દેશભક્તિના કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સેવા વસ્તીમાં ગરીબ લોકોને મદદરૂપ થવા માટે કાર્યક્રમો કરતા હોય છે જેના ભાગરૂપે ધોરાજીના જમનાવડ રોડ ખાતે આવેલ સરકારી શાળા નંબર 11 ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતોઆ પ્રસંગે યુનિયન સ્પોર્ટ કલબના ના સેક્રેટરી રણજીતસિંહ જાડેજા ઉપપ્રમુખ પ્રદીપભાઈ વોરા ખજાનચી જગદીશભાઈ ગામોટ તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ અને ધોરાજી શાળા નંબર 11 ના પ્રિન્સિપાલ હરેશભાઈ ઠુંમર.નીપાબેન મારડિયા, કાંદીયાની ફિઝાબેન, સોનલબેન વઘાસિયા, દિપકભાઈ જોગીયા, કાજલબેન વેકરીયા, રેનીશભાઈ રોકડ વિગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ રોકડ પુરસ્કાર મહેમાનોના હસ્તે અર્પણ કરાયા હતાઆ સમયે વિદ્યાર્થીઓએ ભારત માતા તેમજ રોડ અને ટ્રાફિક ના નિયમો તેમજ વ્યસન મુક્તિના વિગેરે કાર્યક્રમ સાથે અભિનય નાટક રજૂ કર્યા હતા આ સમયે તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ તમામ વિદ્યાર્થીઓને યુનિયન સ્પોર્ટ કલબ દ્વારા શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતીકાર્યક્રમનો સંચાલન પિનાકીનભાઈ કવિસ્વર દ્વારા કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ