વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)

વીબી-જી રામજી કાયદો ગ્રામીણ પરિવારોને મજબૂત આજીવિકાની સુરક્ષા પૂરી પાડશે – ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક

ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામીણ પરિવારોને મજબૂત આજીવિકાની સુરક્ષા મળી રહે અને મૂળભૂત ગ્રામીણ માળખાગત સુવિધાઓ મજબૂત બને તે હેતુસર વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી (વીબી-જી રામજી) કાયદો અમલમાં આવેલો છે.ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી એ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી અને કાયદા અંતર્ગતના પ્રાવધાન, વિશિષ્ટ અધિકારો, બેરોજગારી ભથ્થા સહિત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારના વધુ સારા અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધતા દાખવી હતી.કાયદાની રૂપરેખા આપતા નિયામક એ જણાવ્યું હતું કે, 21 ડિસેમ્બર 2025ના રોજ વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી અંતર્ગત સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા દ્વારા દેશના ગ્રામિણ પરિવારો માટે રોજગારલક્ષી ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે.
વીબી-જી રામજી કાયદો 2025 થકી ગામના સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લોકો માટે રોજગારીની વૃદ્ધિ સારી તકોનું નિર્માણ થાય તે માટે પ્રયત્નશીલ છે. આ સાથે જ બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન, સેટેલાઈટ ઇમેજિંગ, મોબાઇલ એપ્લિકેશન અને સોશિયલ લોગીન…. આમ વિવિધ પદ્ધતિઓના માધ્યમથી કામોનું ઓડિટ થાય તે માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લાકક્ષાએ પણ તમામ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે એમ એમણે ઉમેર્યું હતું.વિવિધ જોગવાઈઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, કૃષિક્ષેત્રમાં કામગીરી વધુ રહેતી હોય અને લેબરની અછત ન પડે તે માટે વીબી-જી રામજીનું કામ બે માસ માટે બંધ રાખવાની પણ રાજ્ય સરકારે આ પ્રકારની જોગવાઈ કરી છૂટ આપી છે. આ કાયદા દ્વારા ગામના તમામ લોકોને પોતાની રોજગારી મેળવવાનો હક છે, તેમને રોજગારી મળે અને સાથે-સાથે તેમને જે ચૂકવણું છે એ પણ સમયસર થાય અને કોઈ સંજોગોમાં કામ ન મળી શકે તો ગ્રામ પંચાયત ન આપી શકે તો તેને એ રીતે બેરોજગારી ભથ્થાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. આમ જણાવી નિયામક એ ગ્રામીણ સ્તરે વધુ ને વધુ રોજગારીનું સર્જન થાય અને લોકોને જાણકારી થકી રોજગારી મળે એ હેતુસર આ કાયદાનો પ્રચાર-પ્રસાર કરવા અપીલ કરી હતી.

વીબી-જી રામજીની મુખ્ય વિશિષ્ટતાઓ
125 દિવસ રોજગારની ગેરંટી ; ગ્રામીણ સમુદાય માટે મહત્વનો ફેરફાર -બેરોજગારી ભથ્થા માટે યોગ્ય જોગવાઈ ; રોજગારનો અધિકાર સાચા અર્થમાં મૂર્તિમંત -ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના (ટૠઙઙ) ; ગ્રામજનોની ભાગીદારી -વિકસિત ગ્રામ પંચાયત યોજનામાં તમામ યોજનાઓનું સંકલન -ટેક્નોલોજી દ્વારા સશક્તિકરણ અને મજબૂતીકરણ -સમયસર વેતનની ચૂકવણી અને વિલંબ માટે વળતર ; પારદર્શિતા વધશે અને કામદારોને સંપૂર્ણ હક મળશે.

રિલેટેડ ન્યૂઝ