અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થતાં જ ભારતીય રિફાઈનરો રશિયા પાસેથી તેલ ખરીદૃવાનું ટાળવા લાગ્યા

ભારતની ત્રણ મોટી રિફાઈનરીએ માર્ચ-એપ્રિલમાં લોડ થનાર રશિયન તેલના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો

ભારતીય રિફાઈનરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પછી રશિયા પાસેથી તેલની ખરીદૃી ટાળવા લાગ્યા છે. આ સમાચાર એ સમયે આવ્યા છે જ્યારે થોડા દિૃવસ પહેલા ભારત અને અમેરિકાએ વેપાર સમજૂતી માટે ળેમવર્કની જાહેરાત કરી હતી. આ સમજૂતીને માર્ચ સુધી અંતિમ રૂપ આપવામાં આવશે. આ ડીલથી ટેરિફ ઘટશે અને આર્થિક સહકાર મજબૂત થશે. ભારતીય રિફાઈનરો એપ્રિલમાં ડિલિવરી માટે રશિયન તેલની ખરીદૃી ટાળી રહૃાા છે અને આશા છે કે તેઓ લાંબા સમય સુધી આવા વેપાર થી દૃૂર રહેશે.એક રિપોર્ટ અનુસાર, આ પગલું નવી દિૃલ્હી માટે વોિંશગટન સાથે વેપાર સમજૂતી સીલ કરવામાં મદૃદૃરૂપ બની શકે છે. રિપોર્ટ અનુસાર, ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્ચ અને એપ્રિલમાં લોડ થનારા રશિયન તેલ માટે વેપારીઓ પાસેથી પ્રસ્તાવનો સ્વીકાર કરી રહૃાા નથી. જોકે, આ રિફાઈનરોએ માર્ચ માટે રશિયન તેલની કેટલીક ડિલિવરી પહેલાથી જ નક્કી કરી હતી. મોટાભાગના અન્ય રિફાઈનરોએ રશિયન ક્રડ ઓઇલની ખરીદૃી બંધ કરી દૃીધી છે. જોકે, આ અંગે ઉપરોક્ત ત્રણેય રિફાઈનરો અને પેટ્રોલિયમ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યાં સુધી અમેરિકાના ળેમવર્કનો પ્રશ્ર્ન છે, તેમાં રશિયન તેલનો ઉલ્લેખ નહોતો. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પર લગાવેલા ૨૫ ટકા ટેરિફને રદ્દ કરી દૃીધો, જે રશિયન તેલ પર લાગેલો હતો. ટ્રમ્પે દૃાવો કર્યો છે કે, ભારત રશિયન તેલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત બંધ કરવા પ્રતિબદ્ધ છે.

રિલેટેડ ન્યૂઝ