કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ
ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદૃ હવે સંબંધોમાં સુધારો જોવા મળી રહૃાો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઇ-પ્રોફાઇલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દૃેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.
વિદૃેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, બંને દૃેશોએ કાયદૃાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે એક સામાન્ય યોજના બનાવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય અપરાધો અને ગુનાહિત નેટવર્કની માહિતી શેર કરવા માટે બંને દૃેશો ખાસ અધિકારીઓની નિમણૂક કરશે. ગેરકાયદૃે નશીલા પદૃાર્થોની હેરાફેરી અટકાવવા માટે બંને દૃેશોની એજન્સીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. સાયબર સુરક્ષાના પડકારો અને ઇમિગ્રેશન ફ્રોડ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા ચાલુ રાખવા માટે સહમતિ બની છે.
૨૦૨૩માં ખાલિસ્તાની અલગતાવાદૃી હરદૃીપ િંસહ નિજ્જરની હત્યા બાદૃ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી હતી. આ વિવાદૃ બાદૃ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને દૃેશો આટલા ઉચ્ચ સ્તરે સુરક્ષા અને સહયોગ માટે સંમત થયા હોય. આ પ્રયાસોને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
