મણિપુરમાં ફરી હિંસા, ૨૫ ઘરો ફૂંકી મારતા તોફાની તત્વોનો ગોળીબાર

ચાર સરકારી ક્વાર્ટર પણ બળીને ખાખ: ભયનો માહોલ: હિંસાગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો તૈનાત

મણિપુરના ઉખરુલ જિલ્લાના લિટાનમાં તણાવ યથાવત છે. જોકે, ભારે સુરક્ષા તૈનાતી વચ્ચે હાલ માહોલ શાંત છે. પોલીસના જણાવ્યા અનુસાર, તાંગખુલ નાગા અને કુકી સમુદૃાયો વચ્ચે થયેલી િંહસક અથડામણો બાદૃ લિટાન અને તેની નજીકના મંગકોટ ગામમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર ચાલુ છે.
રવિવારે મોડી રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે લિટાન બજારમાં િંહસા ફાટી નીકળી હતી. આ દૃરમિયાન તોફાનીઓએ સ્વયંસંચાલિત હથિયારો અને રાઇફલોથી ગોળીબાર પણ કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. િંહસામાં ૨૫ ઘર અને ચાર સરકારી ક્વાર્ટર બળીને ખાખ થઈ ગયા છે.
િંહસાની શરૂઆત ૭ ફેબ્રુઆરીની સાંજે લિટાન સરેઈખોંગમાં દૃારૂના નશામાં થયેલા ઝઘડાથી થઈ હતી, જેમાં તાંગખુલ નાગા સમુદૃાયના સ્ટર્લિંગ નામના વ્યક્તિ સાથે કથિત રીતે મારપીટ થઈ હતી. બાદૃમાં તેને સારવાર માટે ઇમ્ફાલની એક હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યો હતો. ઉખરુલના જિલ્લા મેજિસ્ટ્રેટે લિટાનમાં કર્ફ્યુ લગાવી દૃીધો છે.તણાવ વધવાની આશંકા વચ્ચે લોકોએ કોઈ સંગઠિત પોલીસ સ્થળાંતર વિના પોતાના સ્તરે જ ઘર છોડવાનું શરૂ કરી દૃીધું હતું. અધિકારીઓએ જણાવ્યું કે લિટાન પોલીસ સ્ટેશને લોકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ર્ચિત કરી અને કાયદૃો અને વ્યવસ્થા જાળવી રાખી. પ્રભાવિત વિસ્તારોમાં બીએસએફ, સીઆરપીએફ અને આસામ રાઇફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે વધારાના સુરક્ષા દૃળો પણ મોકલવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ