તાલાલા તાલુકા દશનામ ગોસ્વામી સમાજનો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક સંપન્ન

પ્રભુતામાં પગલા પાડનાર આઠ નવદંપતીઓને સ્થળ ઉપર જ લગ્નના પ્રમાણપત્રો એનાયત થયાં

તાલાલા તાલુકા દશનામ ગોસ્વામી સમાજનો 35 મોં સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયો…
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નાં મહંત કશ્યપગીરી બાપુ એ દિપ પ્રાગટય કરી સમુહ લગ્નોત્સવ નો શુભારંભ કરાવ્યો હતો.સમાજના પ્રમુખશ્રી જયેશગીરી અપારનાથી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમુહ લગ્નોત્સવ માં વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતરિવાજ સાથે આઠ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડી જીવનપંથ ની શરૂઆત કરી હતી..
સમૂહ લગ્નમાં જોડાયેલ દીકરીઓને વિવિધ દાતાઓના સહયોગથી ઘર વપરાશ માટે ઉપયોગી 82 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી..નવ દંપતિઓને શુભ આશિષ આપવા સાધુ,સંતો-મહંતો ઉપરાંત સમાજના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.સમુહ લગ્નોત્સવ માં 3500 થી વધુ જ્ઞાતિબંધુઓએ સમુહ ભોજન કરી સમાજમાં એકતા,પરસ્પર સહકાર અને સામૂહિક જવાબદારીના દર્શન કરાવ્યા હતા.
લગ્નગ્રંથી થી જોડાયેલ નવદંપતીઓને ગલીયાવડ ગીર ગામના મંત્રી હંસાબેન જોટવા,મંડોરણા ગીર ગામના મંત્રી કૃપાબેન અપારનાથી એ લગ્નના માંડવામાં જ લગ્નના પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.સ્થળ ઉપર જ લગ્નના પ્રમાણપત્રો એનાયત કરી સરાહનીય અને પ્રેરણાદાયી કામગીરી સબબ સૌએ બંને મહિલા તલાટી કમ મંત્રીઓને અભિનંદન આપ્યા હતા.
દશનામ ગોસ્વામી સમાજનો ગૌરવવંતો સામાજીક પ્રસંગને સંપૂર્ણ સફળતા અપાવવા તાલાલા તાલુકા દશનામ સમુહ લગ્ન સમિતિના યુવાનોએ જબરી જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ