લોકસભામાં બજેટ પરની ચર્ચા સમયે વિપક્ષના નેતાએ જબરું આક્રમણ કર્યુ તમે દેશને વેંચી માર્યો, મોદી સરકાર પર રાહુલનો મોટો હુમલો

ભારતના નિર્ણયો ટ્રમ્પ લે છે: સરકારે ટ્રેડ ડીલ કરી ખેડૂતોને કચડવાનો રસ્તો ખોલ્યો: તમને શરમ નથી આવતી? લોકસભામાં રાહુલના વિધાનોથી જબરી ધમાલ

વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે બજેટ પર ચર્ચા દરમ્યાન લોકસભામાં સરકારને ઘેરી હતી. રાહુલે ભાજપ પ્રેરિત એનડીએ સરકાર પર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે તમારી સરકારે દેશને વેચી નાખ્યો છે. અમેરિકા માટે દેશના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
ટ્રેડ ડીલને લઇને રાહુલ ગાંધીએ ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો કે શું આપણી ક્રુડ ઓઇલની ખરીદી માટે ટ્રમ્પ નક્કી કરશે. આપણા માટે નિર્ણય લેનાર અમેરિકા કોણ તેવો સવાલ ઉઠાવ્યો હતો. રાહુલે ટ્રેડ ડીલને લઇને કહ્યું હતું કે ડીલમાં ખેડૂતોનું હિત ધ્યાને નથી લેવાયું.
એપસ્ટીન ફાઇનલ્સનો ઉલ્લેખ કરી રાહુલે કહ્યું હતું તેમાં અંબાણીનું નામ છે. તેમને જેલ કેમ ન થઇ? હું હરદિપસિંહને પણ પૂછવા માગું છું કે અનિલ અંબાણીની એપસ્ટીન સાથે મુલાકાત કોણે કરાવી. હરદીપસિંહ જાણે છે કે કોણે તેમની મુલાકાત કરાવી રાહુલે અદાણી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેણે આપણા સંરક્ષણ બજેટનું ગળુ દબાવ્યું છે. રાહુલે કહ્યું હતું. આપણું ટેરિફ 3 ટકાથી 18 ટકા થયું અને તેમના ટેરિફ 16 ટકાથી ઘટીને શૂન્ય થઇ ગયું.
લોકસભામાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આમ બજેટ-2026ની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે વૈશ્ર્વિક મુદ્ાનો ઉલ્લેખ કરી માર્શલ આર્ટ્સ, રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ર્ચિમ એશિયામાં ગાઝા પટ્ટી પર સંકટનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે હાલના સમયમાં જુની સિસ્ટમને ચેલેન્જ કરવામાં આવી રહી છે, આજે આપણે ખતરનાક યુગમાં જીવી રહ્યા છીએ. દુનિયાની વૈશ્ર્વિક હાલત ઝડપથી બદલાઇ રહી છે. આજે વર્લ્ડ ઓર્ડર ઝડપથી બદલાઇ રહ્યો છે.
રાહુલે જણાવ્યું હતું કે હું ઇકોનોમિક સર્વે જોઇ રહ્યો હતો અને મને તેમાં બે વાતો જોવા મળી જે મને પસંદ આવી. પહેલી વાત-આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં જિયો પોલિટિકલ ટકરાવ વધી રહ્યો છે.
અમેરિકાના દબાણને ચીન, રશિયા અને અન્ય તાકાતો પડકાર આપી રહી છે. બીજી વાત એ છે કે આપણે એનર્જી એને ફાયનાન્શિયલ હથિયારોની દુનિયામાં જીવી રહ્યા છીએ. અહીં એ મુખ્ય વાત કહી રહ્યા છે તે એ છે કે આપણે સ્થિરતાની દુનિયાથી અસ્થિરતાની દુનિયામાં જઇ રહ્યા છીએ. વડાપ્રધાને કહ્યું અને એનએસએનએ કેટલાક સમય પહેલા ચોંકાવનારી વાત કહી હતી કે યુધ્ધનો સમય ખતમ થઇ ગયો છે.
હકીકતમાં, આપણે યુધ્ધના દોરમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે યુક્રેનમાં યુધ્ધ છે, ગાજામાં યુધ્ધ હતું મિડલ ઈસ્ટમાં યુધ્ધ છે ઈરાનમાં યુધ્ધનો ખતરો છે ઓપરેશન સિંદૂર થયું હતું તો આજે આપણે અસ્થિરતાની દુનિયામાં જઈ રહ્યા છીએ ડોલરને પડકાર આપવામાં આવી રહ્યો છે.
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું-હું સદનની આપણી તાકાત બતાવવા ઈચ્છીશ. મુખ્ય તાકાત આપણે 1.4 બિલિયન લોકો છે. બ્રિલિયન્ટ, એનર્જીટીક, ડાયનેમિક જેઓ દુનિયામાં કોઈને પણ પડકાર ફેંકી શકે છે. રાહુલે એન્જીનીયરીંગ અને આઈટી સેકટરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે એઆઈથી ઘણી નોકરીઓને પડકાર મળશે.
રાહુલ ગાંદીએ માર્શલ આર્ટસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જિજિત્સુમાં ગ્રીપ દેખાડે છે, રાજનીતિમાં નહીં ચોક કયાં થઈ રહ્યો છે, જોર કયાં પડી રહયું છે, રાજનીતિમાં નથી દેખાતું હું આર્થિક સર્વેને જોઈ રહ્યો હતો. બે બિંદુ મને જોવા મળ્યા. પહેલું બિંદુ-આપણે એવી દુનિયામાં રહીએ છીએ જયાં ભૂ-રાજનીતિક પ્રતિદ્વંદિતા વધતી રહી છે. એટલે કે તે અમેરિકા આધારિત સિસ્ટમ હતી. તેને પડકાર મળી રહ્યો છે. તેને હવે રશિયા-ચીન ફરીથી પડકાર આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ એઆઈના બારામાં વાત કરવી પેટ્રોલની વાત કર્યા વિના ઈન્ટરનલ કંબશન એન્જીનના બારામાં વાત કરવા જેવું છે. એઆઈ માટે પેટ્રોલ ડેટા છે. રાહુલે કહ્યું હતું કે હાલ ડેટા સૌથી મહત્વનો છે. અમેરિકાને બધા પાસેથી માત્ર ડેટા જોઈએ છે. એમણે દાવો કર્યો હતો કે અમેરિકા માટે ભારતનો ડેટા સૌથી મહત્વનો છે.

રિલેટેડ ન્યૂઝ